Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોનાની રસી 90 ટકાથી વધુ અસરકારક અમેરિકન અને જર્મન ફર્મનુની સંયુક્ત વિકસિત વેક્સીન અંગે દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને ખૂબ જ મોટા સમાચાર ગણાવ્યા

અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર (Pfizer) જર્મન બાયોટેક ફર્મ બાયોએનટેક  દ્વારા સંયુક્ત રીતે વિક્સિત વેક્સિન ત્રીજા તબક્કામાં 90 ટકાથી વધુ અસરકારક સાબિત થઇ છે. કંપનીઓએ તેની જાહેરાત કરી. પ્રારંભિક રિસર્ચમાં જાણવા મળ્યુ કે રસીનો પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ પછી અને બીજો ડોઝ આપ્યાના 7 દિવસ પછી દર્દીને કોરોના સામે રક્ષણ પ્રાપ્ત થયું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 12 લાખથી વધુ લોકોના મોત થઇ ગયા છે અને રસીની ઉત્સુક્તાથી રાહ જોવાઇ રહી છે.

ફાઇઝરના અધ્યક્ષ અને સીઈઓ અલ્બર્ટ બોરલાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારી ત્રીજા તબક્કાની ટ્રાયલના પ્રથમ સેટમાં કેટલાક એવા પુરાવા મળ્યા છે જેથી સાબિત થાય છે કે રસી કોરોના વાઇરસને રોકવામાં અસરકારક છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને ખૂબ મોટા સમાચાર ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કરી કે રસી ટૂંક સમયમાં આવી રહી છે. 90 ટકાથી વધુ અસરકારક

કંપનીએ જણાવ્યું કે વિશ્લેષણમાં જાણવા મળ્યુ કે જે વોલેન્ટિયર્સ પર તેનું પરીક્ષણ કરાયુ, તેમનામાં રોગ રોકવામાં 90 ટકાથી વધુ સફળતા મળી. જો બાકી ડેટા પણ સંકેત આપે છે કે રસી સુરક્ષિત છે તો મહિનાના અંત પહેલા કંપની હેલ્થ રેગ્યુલેટર્સથી રસીને વેચવાની પરવાનગી માટે અરજી કરશે

Pfizer જણાવ્યું કે અત્યાર સુધી ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન કોઇ પણ ગંભીર સેફ્ટી ઇશ્યુ સામે નથી આવ્યો. ટ્રાયલમાં અમેરિકા અને બીજા દેશોમાં લગભગ 44,000 લોકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે અત્યારે સ્પષ્ટ નથી કે રસીથી લોકોમાં કેટલા લાંબા સમય સુધી કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થશે.

પરિણામ સંપૂર્ણ રીતે વિશ્વસનીય હોય અને પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રહે, તેના માટે કંપનીએ બહારના અને ઇન્ડિપેન્ડન્ટ્સ પેનલ દ્વારા રસીનું ટ્રાયલ રિવ્યૂ કરાવ્યું છે. પેનલને ડેટા સેફ્ટી મોનિટરિંગ કમિટીના નામથી જાણવામાં આવે છે, જે શોધે છે કે રસી કેટલી અસરકારક અને સુરક્ષિત છે. પેનલે પોતાની વચગાળાની સમીક્ષાનું પરિણામ Pfizer અને BioNTech સાથે શેર કર્યું છે.

બીજી ઓસ્ટ્રેલિયાની એએસએલ લિમિટેડ કંપનીએ સોમવારે ઓક્સફર્ડ/એસ્ટ્રાજેનેકા યૂનિવર્સિટીના કોરોના વાઇરસ રસીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સિડનીના 2જીબી રેડિયો મુજબ વિક્ટોરિયામાં ત્રણ કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન થઇ ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હુંટે 2જીબીને જણાવ્યું કે વેક્સિન સ્વેચ્છાથી લગાવવામાં આવી રહી છે. પરંતુ અમે વધુમાં વધુ લોકોને તેના માટે પ્રોત્સાહિત કરીશું. અમને વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયન વસ્તીના હિસાબે અમારી પાસે ઘણી વધી વેક્સિન છે

(10:50 pm IST)