Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફાઇઝરની સૌથી સફળ કોરોના વેકિસનની પાછળ આ દંપતિનો ફાળો

નવી દિલ્હીઃ ફાઈઝર INC અને બાયોનટેક આ બે કંપનીઓએ જાહેર કર્યું છે કે તેમની વેકિસન વ્યકિતને કોરોના સામે ૯૦% ઇમ્યુનિટી આપવામાં સફળ રહી છે. આ રસીના પોઝિટિવ ડેટા મળી રહ્યા છે. તેની સફળતા પાછળ એક દંપત્ત્।ીની અપ્રત્યાશિત મહેનત છે. જેમણે કેન્સરની વિરુદ્ઘ પ્રતિરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરીને પોતાના જીવનને સમર્પિત કર્યું છે.

કોલોનમાં એક ફોર્ડ કારખાનામાં કામ કરી રહેલા એક તુર્કી અપ્રવાસીના દીકરા, બાયોનટેકના મુખ્ય કાર્યકારી અધિકારી ઉગુર સાહિન(૫૫) અને તેમની પત્ની એવ બોર્ડના સભ્ય ઓજેસ તુએરેસી(૫૩)નું આ રસી પાછળ ખુબ મોટો ફાળો છે. આજે ઉગુર જર્મનીના સૌથી ૧૦૦ ધનિક લોકોની યાદીમાં સામેલ છે.

વેન્ચર કેપિટલ ફર્મ એમઆઈજી એજીના બોર્ડ મેમ્બર મૈથિયસ ક્રોમેયર જેમણે ૨૦૦૮માં બાયોનટેક કંપનીની સ્થાપના બાદ આર્થિત મદદ આપી અને કહ્યું કે પોતાની ઉપલબ્ધિઓ છતાં તેમનામાં કયારેય ફેરફાર નથી થયો. આજે પણ તે વિનમ્ર અને શાલીન છે.

ઓજેસ તુએરેસી તુર્કીના એક ચિકિત્સકની દીકરી છે. જે જર્મની ચાલી આવી હતી. એક મીડિયા ઈન્ટર્વ્યુમાં કહ્યું તે તેમના લગ્નના દિવસે બન્નેએ પ્રયોગશાળામાં કામ કરવાનો સમય કાઢ્યો હતો.

ઉલ્લેનીય છે કે કોરોનાની વેકિસન mRNA પ્રકારની છે અને તેનું નામ BNT162b2 છે અને આ રસી જે વ્યકિતઓને કયારેય કોરોના નથી થયો તેમને પણ સફળતાપૂર્વક ૯૦% જેટલી ઇમ્યુનિટી આપી શકે છે. આ તારણ તેમના ફેઝ ૩ના કિલકલ સ્ટડીમાં બહાર આવ્યું હતું જેમાં પહેલો એફીશ્યનસી એનાલિસિસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ નોંધ્યું કે રસી લેનારાઓને બાદમાં કોઈ આડઅસર આવી નથી. હવેના સ્ટેજમાં તેઓ US ઓથોરિટી પાસે મંજૂરી લેવાની યોજના બનાવે છે.તેમણે વેકિસનના પ્રોડકશનના અંગે કહ્યું હતું કે તેઓ ૨૦૨૦ સુધીમાં ૫૦ મિલિયન જેટલા ડોઝ બનાવી શકે છે અને ૨૦૨૧ સુધીમાં ૧.૩ અબજ જેટલા ડોઝ બનાવી શકે છે.આ સ્ટડી માટે ૪૩,૫૩૮ વોલન્ટિયર્સ લેવામાં આવ્યા હતા જેમાંથી ૯૪ લોકોને કોરોનાનું સંક્રમણ હોવાનું માલૂમ પડ્યું હતું. આ રસી લીધા પછીના ૨૮ દિવસમાં વ્યકિતને ૯૦% ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે. જો કે આ દવાના બે ડોઝ લેવા જરૂરી છે.

(11:29 am IST)