Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

WHOએ આપી ચેતવણી

અમે થાકી ગયા પણ કોરોના થાકયો નહી

વેકસીનને લઇને હજુ કોઇ પરિણામ મલ્યુ નથી

નવી દિલ્હી,તા.૧૦ : કોરોના મહામારીના વધતા કેસને લઈને અનેક દેશમાં ફરીથી લોકડાઉન લાગૂ કરાયું છે. હજુ સુધી વેકસીનને લઈને કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. સોમવારે WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે કોરોનાને લઈને દુનિયાને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે મહામારીથી લડતાં અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાકયો નથી.  WHOની મુખ્ય વાર્ષિક સભામાં ટેડ્રોસે આ વાત કહી હતી કે મહામારીથી લડતાં અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાકયો નથી. તેઓએ નવા ઉપરાષ્ટ્રપતિ જો બાયડનનું પણ સમર્થન કર્યું અને આશા રાખી કે મહામારીને સમાપ્ત કરવામાં વૈશ્વિક સહયોગ મળશે.

 જે લોકો વૈજ્ઞાનિક વાતો પર આધાર રાખે છે તેઓ માટે કહ્યું છે કે આ ખૂબ ગંભીર બીમારી છે. વાયરસના ખતરાથી મોઢું ફેરવશો નહીં. ભલે અમે કોરોનાથી થાકયા હોઈએ પણ તે થાકયો નથી.

 હોમ કવોરન્ટાઈનમાંથી જે લોકો બહાર આવ્યા છે તેમને લઈને ટેડ્રોસે કહ્યું છે કે વાયરસ ખાસ કરીને નબળા લોકોને તેમનો શિકાર બનાવે છે. અમે તેની સાથે વાત કરી શકતા નથી અને ન તો આંખો બંધ કરી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તે જલ્દી દૂર થઈ જાય. તેઓએ કહ્યું કે આ રાજનીતિક નિવેદન કે સિદ્ઘાંતો પર ધ્યાન આપતું નથી, અમારી એકમાત્ર આશા વિજ્ઞાન, સમાધાન અને એકતા પર છે.

(11:30 am IST)