Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દિવાળીની વાનગીઓ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની આ ટિપ્સ

* પાતળા પૌઆનો ચેવડો કરતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો. તેલમાં વધારાની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો પછી પૌઆ નાખો અને પૌઆ સારી રીતે વઘારમાં મિકસ કર્યા પછી ધીમા તાપ પર હલાવતા રહો.

* ઘૂઘરા, શક્કરપારા વગેરેમાં શકય હોય તો ઘીનું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી  થશે.

* ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો, જો વધુ ઘટ્ટ કે પાતળુ થઇ જાય તો ચકરી કુરકુરી થતી નથી.

* સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડવાથી સેવ વધુ સ્વાદિષ્ટ બને છે.

* ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઇએ, ઓછુ લાગે તો ગરમ કરીને નાખવુ. વધુ તેલવાળો ચેવડો સારો લાગતો નથી.

* ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.

* બંગાળી મીઠાઇ કરતી વખતે કરતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનું પનીર નરમ બને છે.

* બંગાળી મીઠાઇ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં હોવું જોઇએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઇઓ ઉકાળવી.

* જો ગુબાલજાંબુ કે માવાની મીઠાઇ તળતી વખતે ઘીમાં તૂટે તો તેમા થોડો મેંદો મિકસ કરવો જોઇએ.

* ફરસીપુરી બનાવતી વખતે તેમા મોણ થોડુ વધારે નાખવુ તેનાથી ફરસી પુરી મો માં ઓગળી જાય તેવી બને છે.

* ભાખરવડી બનાવો ત્યારે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખતા નહીં તો તળતી વખતે તૂટી જશે.

* ઘૂઘરા બનાવો ત્યારે લુઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી તેની પર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂંઆ બનાવી પછી તેની પૂરી વણીને ઘૂઘરા બનાવવા જોઇએ આ રીતે ઘૂઘરા બનાવવાથી ઘૂઘરાનું પડ ક્રિસ્પી બનશે.

(11:33 am IST)