Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રેમઘેલી પ્રેમિકા : બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જીદે ચડેલી બાળકી હોર્ડિંગ પર ચડી ગઈઃ આશિકે મનાવી ત્યારે નીચે ઉતરી

ભોપાલ,તા. ૧૦: મધ્ય પ્રદેશના પરદેશીપુરામાં ભંડારી પુલ પર એક સગીરવયની બાળકી હોર્ડિંગ પર ચડી ગઈ હતી. ત્યારે આ છોકરીને હોર્ડિંગ પર ચડતા જોઈ સૌ કોઈ શ્વાસ બે ઘડી માટે અધ્ધર થઈ ગયા હતા, કે આખરે આ છોકરી શું કરવા ઉપર ચડી રહી છે. જોતજોતામાં ભીડ એકઠી થઈ ગઈ.

ત્યારે ઉપર ચડ્યા બાદ આ છોકરીએ પોતાના મનની વાત જણાવી હતી. તેણે કહ્યુ હતું કે, મારે મારા પ્રેમી સાથે લગ્ન કરવા છે. આ લગ્ન માટે તેની માતા વિરોધ કરી રહી છે. લોકોએ આ છોકરીને બહું સમજાવી પણ પ્રેમમાં ઘેલી બનેલી આ છોકરી એકની બે ન થઈ. આખરે તેના આશિકને બોલાવામાં આવ્યો, જયારે તે આવ્યો મનાવી ત્યારે તે હોર્ડિંગ પરથી નીચે ઉતરી.

ત્યારે આ બાબતે પોલીસનું કહેવુ છે કે, આ સગીરવયની બાળકી ઘરની મરજી વિરુદ્ઘ લગ્ન કરવા માગે છે, પણ તેની માતા આ માટે તૈયાર નથી. આ જ કારણે તે હોર્ડિંગ પર ચડી ગઈ હતી. બાદમાં પોલીસ આવતા આ સગીરવયની બાળકીને પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવી હતી.

(11:33 am IST)