Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે અથડામણ : સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન

કુતપોરા વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા : બંને તરફથી ફાયરિંગ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શોપિયનના કુતપોરા વિસ્તારમાં આતંકવાદીઓને સાથે અથડામણ થઈ હતી. નોંધનીય છે આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે..એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોને આતંકવાદીઓને છુપાવવાનો ઇનપુટ મળ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતુ

સીઆરપીએફ અને આર્મીના જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે એન્કાઉન્ટર ચલાવી રહ્યાં છે..અગાઉ સુરક્ષા દળોએ પુલવામાંના મેજ પમ્પોર ખાતે એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે એક શરણે ગયો હતો. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર દરમિયાન બે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હતા..જેમાં એકનું મોત નિપજ્યું હતુ

(11:59 am IST)