Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલાયેલા ઉંદરમાં એન્ટી એજિંગ પ્રોટીન મળ્યું

એજીંગ એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયા પર નિયંત્રણ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે.

નવી દિલ્હી : બે વર્ષ પહેલા જાપાની સ્પેસ એજ્ન્સી જાકસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કેટલાક ઉંદર મોકલવામાં આવ્યા હતા. આ ઉંદર પર અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતા જેમાં ખાસ પ્રકારનું પ્રોટિનની ઓળખ કરવામાં સંશોધકોને સફળતા મળી છે. આ પ્રોટિન અંતરિક્ષયાત્રીઓના આરોગ્યને લગતી સમસ્યાઓને સમજવામાં મદદ કરશે એવો દાવો કરવામાં આવ્યો છે એટલું જ નહી એજીંગ એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયા પર નિયંત્રણ મેળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકશે. એક માહિતી મુજબ અંતરિક્ષયાત્રા એજિંગ પ્રક્રિયાની ગતિ વધારી દે છે આથી એન્ટી એજીંગ ક્ષેત્રમાં આ પ્રોટિનની ભૂમિકા શું હોઇ શકે તે જાણવામાં મદદ મળશે.

સંશોધકોના જણાવ્યા અનુસાર ન્યૂકિલયર ફેકટર ઇરિથ્રોયડ૨ રિલેટેડ ફેકટર નામનું પ્રોટિન ઉંદરના જૈવિક પરીવર્તનના ભાગને નિયંત્રણમાં લાવે છે જે ઉંમર વધવા સાથે જોડાયેલું છે. એન્ટી ઓકસીડેન્ટ રિસ્પોન્સના માસ્ટર રેગ્યૂલેટરના નામથી જાણીતા એનઆરએફ ૨ તણાવ વધવા અને ઘટવા સાથે જોડાયેલું છે. આ પ્રયોગ માટે વૈજ્ઞાાનિકોએ ૧૨ ઉંદર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પેસ એકસના ફાલ્કન રોકેટ દ્વારા ૨૦૧૮માં મોકલવામાં આવ્યા હતા.જેમાંથી અડધાને જીનેટિકલ એન્જીનિયર્ડને એનઆરએફ ૨ પ્રોટિન આપવામાં આવ્યું ન હતું.

આ ઉંદરના લોહીમાં ઝડપથી પરીવર્તન જોવા મળ્યું જેના માટે એજીંગ ફેકટર જવાબદાર હતું. જયારે જે ઉંદરમાં પ્રોટિન આપવામાં આવ્યું તેમાં આવું કોઇ પરીવર્તન જોવા મળ્યું ન હતું. સંશોધકોનું માનવું છે કે આ પરીણામો એનઆરએફ ૨ પ્રોટિનના મહત્વને દર્શાવે છે.જેના કારણે અંતરિક્ષયાત્રાના કારણે તણાવ પર અસર થાય છે. અંતરિક્ષમાં લાંબો સમય સુધી વિતાવનારા અંતરિક્ષયાત્રીઓને હાનિકારક વિકિરણોનો સામનો કરવો પડે છે. જેમાં કેન્સર અને કેન્દ્રીય તંત્રિકા તંત્રને નુકસાન થવાની શકયતા વધી જાય છે જે ઉંમર વધવા માટે મહત્વનું બની જાય છે.

(12:15 pm IST)