Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સની સુપ્રીમ કોર્ટમાં અરજી : 370 મી કલમ રદ કરવા વિરુદ્ધ દાખલ કરાયેલી પિટિશન જલ્દી હાથ ધરો : કેન્દ્ર સરકારે રદ કરેલી આ કલમ જમ્મુ કાશ્મીરના નાગરિકોના હક્કો અને અધિકારો ઉપર તરાપ સમાન

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં આઝાદીના વખતથી અમલી રહેલી વિવાદાસ્પદ 370 મી કલમ રદ કરી દેતા જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સે આ કલમ રદ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં  પિટિશન દાખલ કરેલી છે. જે જલ્દી હાથ ધરવામાં આવે તેવી અરજી નામદાર કોર્ટ સમક્ષ કરી છે.

પિટિશનમાં કરાયેલી અરજ મુજબ કેન્દ્ર સરકારે આ કલમ રદ કરતા જમ્મુ કાશ્મીરના નાગરિકોના અધિકારો તથા સલામતીનો ભંગ થયો  છે.જે જમ્મુ કાશ્મીરના નાગરિકોના હક્કો તથા સલામતી ઉપર તરાપ સમાન હોવાનો દાવો કરાયો છે.જે બાબત અત્યાર સુધી બંધારણ દ્વારા અપાયેલા વિશેષાધિકારોનો  ભંગ સમાન છે.નામદાર કોર્ટે આ  અરજ  માન્ય રાખી પિટિશન દાખલ કરવાની મંજૂરી આપેલી  છે.

પિટિશનમાં જમ્મુ કાશ્મીર રાજ્યનું જમ્મુ તથા કાશ્મીર અને લડાખ એમ બે કેન્દ્ર શાષિત પ્રદેશમાં રૂપાંતર કરવાનું પગલું પણ બંધારણના ભંગ સમાન તથા જમ્મુ કાશ્મીરના નાગરિકોના અધિકારો અને સુરક્ષાના ભંગ સમાન ગણાવ્યું છે.

પિટિશનની સુનાવણીમાં વિલંબ થવાથી જમ્મુ કાશ્મીરના નાગરિકોના અધિકારોને ન પુરી શકાય તેવી ખોટ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ઉલ્લેખનીય છે ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય વિરુદ્ધ આ પિટિશન દાખલ કરાયેલી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:36 pm IST)