Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

યુપી પેટાચૂંટણી: પાંચમાં ભાજપ અને એકમાં સપા અને એકમાં અપક્ષ આગળ

વિધાનસભાની સાત સીટોની પેટાચૂંટણીમાં મતગણના જારી

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સાત સીટોની પેટાચૂંટણીમાં  મતગણના જારી છે. પ્રારંભિક ટ્રેન્ડમાં સાતમાંથી પાંચ બેઠક પર ભાજપ, એક પર સમાજવાદી પક્ષ અને એક પર અપક્ષ આગળ છે. આ ચૂંટણીના પરિણામની યોગી સરકાર પર કોઈ અસર ન પડે, ભાજપના આ શાનદાર દેખાવના લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામકાજ પર પ્રજાની મ્હોર લાગી જશે.

આ ચૂંટણીમાં દેવરિયાની સદર, ટુંડલા અને ઉન્નાવની  બાંગરમઉ વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ઉન્નાવની બાંગરમઉ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી જારી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રીકાંત કટિયાર આગળ ચાલી રહ્યા છે. તેના પછી ટુંડલા સીટ પર ભાજપ છઠ્ઠા તબક્કામાં પણ આગળ ચાલી રહ્યુ છે. ભાજપના ઉમેદવાર પ્રેમપાલસિંહ ધનગર સપાના મહારાજસિંહ ધનગર કરતાં આગળ છે. આ સિવાય દેવરિયાની સદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની મતગણતરીના ચોથા રાઉન્ડમાં ભાજપે સરસાઈ મેળવી લીધી છે. ભાજપના ઉમેદવાર સત્યપ્રકાશ મણિ પોતાના નજીકના ઉમેદવાર સપના બ્રહ્માશંકર ત્રિપાઠીથી આગળ ચાલી રહ્યા છે

(12:37 pm IST)