Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કૌન બનેગા કિંગ?: સાંજે મહાફાઈનલ મુકાબલો

રોહીત સેનાએ શ્રેયસની ટીમને ચાર વખત પછાડયું છે, મુંબઈને પાંચમી વખત તાજ કે દિલ્હી ઐતિહાસીક જીત મેળવશે

દુબઈઃ દુબઈમાં આજે બે ટોપની ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ૧૩મી સીઝનનો ફાઈનલ જંગ જામવાનો છે. મુંબઈ આજે આઈપીએલમાં તેની છઠ્ઠી ફાઈનલમાં પાંચમીવાર ચેમ્પિયન બનવા મેદાનમાં ઊતરશે, જયારે દિલ્હી પહેલીવાર ફાઈનલમાં રમી રહ્યું છે. જોઈએ આજે દિલ્હી દમ બતાવે છે કે મુંબઈ એને પંચ મારીને પાંચમીવાર ચેમ્પિયન બને છે.

સૌથી સંઘર્ષપૂર્ણ અને સૌથી વધુ ટીઆરપી મેળવનાર આ સીઝનની શરૂઆત ટુર્નામેન્ટની બે સૌથી સફળ ટીમો મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની ટકકર સાથે થઈ હતી અને આજે આ સીઝનની બે સૌથી સફળ ટીમો વચ્ચેના જંગથી સમાપન થઈ રહ્યું છે.

બન્ને ટીમના ફટાકાબાજ બેટ્સમેનો ઉપરાંત આ સીઝનની સફળતામાં તેમના પેસબોલરોનો મોટો હાથ છે. દિલ્હીના રબાડા (૨૯ વિકેટ) અને એનરિચ નોકિયા (૨૦)ની જોડીએ ૪૯ વિકેટ લઈને તરખાટ મચાવ્યો છે, જયારે મુંબઈની જસપ્રીત બુમરાહ (૨૭) અને ટ્રેન્સ બોલ્ટ (૨૨)ની જોડીએ પણ એટલી જ ૪૯ વિકેટ લઈને બરાબરનો દબદબો જમાવ્યો છે. દિલ્હીના દમદાર ઓલરાઉન્ડર્સ માર્ક્સ સ્ટોઈનિસ અને અક્ષર પટેલની સામે મુંબઈના મહારથી કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડયા છે.

દિલ્હી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધી કુલ ૨૭ ટકકર થઈ છે. જેમાં દિલ્હીને ૧૨માં અને મુંબઈને ૧૫માં જીત મળી છે.  સતત ચોથા વર્ષ લીગ રાઉન્ડના અંતે સીઝનની બેસ્ટ બે ટીમો એટલે કે પોઈન્ટ ટેબલ પર પહેલા અને બીજા નંબરે રહેલી ટીમો વચ્ચે ફાઈનલ જંગ જામી રહ્યો છે.(૩૦.૬)

પર્પલ અને ઓરેન્જ કેપના દાવેદાર

હાઈએસ્ટ ૬૭૦ રન સાથે ઓરેન્જ કેપ હાલમાં પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ પાસે છે અને તેની ટીમ આઉટ થઈ ગઈ છે. બીજા નંબરે દિલ્હીનો શિખર ધવન ૬૦૩ રન સાથે છે અને તે આજે ફાઈનલ રમી રહ્યો છે. જો ધવન આજે ફાઈનલમાં વધુ ૬૮ રન બનાવી લેશે. તો પર્પલ કેપ રાહુલ પાસેથી છીનવી લેશે. આજે પર્પલ કેપ રાહુલ અથવા ધવન પાસે રહેશે. પર્પલ કેપ માટે મુંબઈના જસપ્રીત બુમરાહ અને કેગિસો રબાડા વચ્ચે ખેંચતાણ ચાલે છે. હાલમાં ૨૯ વિકેટ સાથે રબાડાને માથે પર્પલ કેપ છે. બુમરાહ ૨૭ વિકેટ સાથે બીજા નંબરે છે. ૨૨ વિકેટ સાથે ત્રીજા નંબરે રહેલો ટ્રેન્ટ બોલ્ટનું રબાડા સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી આજે પર્પલ કેપ રબાડા કે બુમરાહમાંથી કોઈ એક ખેલાડી પહેરશે.(૩૦.૬)

બન્ને ટીમના ટોપ થ્રી બેટ્સમેન

મુંબઈ

ખેલાડી

રન

૫૦

૧૦૦

એવરેજ

ફોર

સિકસર

કિવન્ટન ડિકોક

૪૮૩

૩૭.૧૫

૪૩

૨૧

ઈશાન કિશન

૪૮૩

૫૩.૬૬

૨૯

૩૩

સૂર્યકુમાર યાદવ

૪૬૧

૪૧.૯૦

૧૦

૬૦

દિલ્હી

 

 

 

 

 

 

ખેલાડી

રન

૫૦

૧૦૦

એવરેજ

ફોર

સિકસર

શિખર ધવન

૬૦૩

૪૬.૩૮

૬૪

૧૨

શ્રેયસ ઐયર

૪૫૪

૩૦.૨૬

૩૪

૧૪

માર્ક્સ સ્ટોઈનિસ

૩૫૨

૨૭.૦૭

૩૧

૧૬

બન્ને ટીમના ટોપ ફાઈવ બોલર

મુંબઈ

ખેલાડી

ઓવર

વિકેટ

ઈકોનમી

બેસ્ટ

મેઈડન

જસપ્રીત બુમરાહ

૫૬

૨૭

૬.૭૧

૪/૧૪

ટ્રેન્ટ બોલ્ટ

૫૩.૨

૨૨

૮.૦૦

૪/૧૮

રાહુલ ચહર

૫૩

૧૫

૮.૧૬

૨/૧૮

દિલ્હી

 

 

 

 

 

ખેલાડી

ઓવર

વિકેટ

ઈકોનમી

બેસ્ટ

મેઈડન

કેગિસો રબાડા

૬૨.૪

૨૯

૮.૨૩

૪/૨૪

એનરિયા નોકિયા

૫૮.૨

૨૦

૮.૩૪

૩/૩૩

રવિચન્દ્રન અશ્વિન

૪૭

૧૩

૭.૭૨

૩/૨૯

(3:29 pm IST)