Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સરકારી કે ખાનગી સંસ્થાઓ પીવાનું પાણી બગાડશે તો થશે તગડો દંડ

જળ શકિત મંત્રાલય કેન્દ્રિય ભૂમિ અને જળ વિભાગ(CGWE) એ ઘડ્યો પાણી વ્યય વિરોધી કાયદો

રાજકોટ,તા. ૧૦: દેશમાં પીવાના પાણીની અછત હોવાથી, કેટલાક વિસ્તારો એવા છે કે જયાં પીવાનું પાણી મળી શકતું નથી અને કેટલીક જગ્યાએ એવી સ્થિતિ છે કે જયાં પીવાના પાણીથી ગાડીઓ સાફ થાય છે. હવે પાણીનો બગાડ થશે તો તેના માટે દંડની જોગવાઈ કરવાની વાત ચાલી રહી છે. જળ શકિત મંત્રાલય કેન્દ્રિય ભૂમિ અને જળ વિભાગ(CGWE) એ દેશમાં તમામ રાજયો અને સંધ શાસિત પ્રદેશોના લોકોને પહેલી વાર આવો આદેશ જાહેર કર્યો છે.

આ આદેશમાં એવી જોગવાઈ છે કે જો કોઈ વ્યકિત કે સરકારી સંસ્થા પીવાના પાણીને ગેરવ્યાજબી રીતે વેદફ્શે તો તેના ઉપર દંડ કરવામાં આવશે. આ અગાઉ ભારતમાં પાણીના વ્યય બાબતે દંડની કોઈ જોગવાઈ નહતી. દ્યરે ટાકી માથી પાણી ના હોય ત્યારે પીવાના પાણી માટે ટેન્કર પણ મગાવવામાં આવતા દેશમાં દર દિવસે ૪ કરોડ ૮૪ લાખ ૨૦ હજાર ઘન મિત્ર એટલેકે એક લિટર વાળી ૪૮.૪૨ અરબ બોટલો જેટલું પાણી વ્યય થાય છે. આ દેશમાં અંદાજે ૧૬ કરોડ લોકો એવા છે કે જેમને ચોખ્ખું, પીવા લાયક પાણી મળી શકતું નથી અને ૬૦ કરોડ લોકો એવા છે કે જે પાણીની તંગી સાથે જીવે છે.

હવે જો પાણી બગડયું તો થશે તગડો દંડઃ

(CGWE) એ પાણીનો બગાડ ન થાય તે માટે અને પર્યાવરણ બચાવવા માટે પર્યાવરણ સંરક્ષણ કાયદો ૧૯૮૬ના કલમ ૫દ્ગક શકિતઓને હવે વધુ મજબૂત કરવામાં આવી છે. CGWEએ સંસ્થા અને લોકોને બે બિંદુ વાળા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પાણી પુરવઠા નેટવર્ક , જળ બોર્ડ, જળ નિગામ, જળ વર્કસ નાગર નિગમ, પંચાયત, આ તમામ ઉપર આ કાયદો વધુ જોર કરશે. જે સંસ્થાએ આ કાયદાનું ઉલ્લંઘન કર્યું તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(2:45 pm IST)