Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોરબીમાં બ્રિજેશ મેરજા ૪૬૮૮ મતથી અને કચ્છના અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા ૩૬૦૦૦ મતથી વિજેતા : ભાજપનો જયજયકાર

ભુજ-મોરબીઃ મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં આજે બપોરે ૩ વાગ્યે ૩પ રાઉન્ડની મતગણતરી પુર્ણ થતા ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઇ મેરજાનો ૪૬૮૮ મતથી વિજય થયો છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ પટેલનો પરાજય થયો છે.

કચ્છના અબડાસા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો ૩૬૦૦૦ મતથી વિજય થયો છે. જયારે કોંગ્રેસના શાંતીલાલ સેંઘાણીનો પરાજય થયો છે.

(3:23 pm IST)