Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

હાર સામે જોઇને વિપક્ષે ઇવીએમનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસ નેતા ઉદિત રાજે કર્યું ટ્વિટ

નવી દિલ્હી તા. ૧૦ : બિહાર વિધાનસભા ચૂંટણીની ૨૪૩ સીટો પર મતગણતરી ચાલુ છે. બિહાર વિધાનસભાની ૨૪૩ સીટો પર ત્રણ ચરણોમાં મતદાન થયું હતું. ૨૮ ઓકટોબરે ૩ નવેમ્બરે, ૭ નવેમ્બરે યોજાઇ હતી. આજે મત ગણતરી ચાલુ છે. અત્યાર સુધીના પરિણામોના જણાવ્યા મુજબ બીજેપી - જેડીયુના એનડીએ ગઠબંધને બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એવામાં વિપક્ષી દળોએ એકવાર ફરી ઇવીએમ હેક કર્યું છે.

એનડીએને બહુમત મળવાના સ્પષ્ટ એંધાણ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે ઇવીએમ અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને પૂછયું કે ઇવીએમ હેક શું કામ થઇ શકે નહિ. સેટેલાઇટ પણ નિયંત્રિત થઇ શકે છે તો ઇવીએમ કેમ નહીં. અમેરિકામાં જો ઇવીએમથી ચુંટણી થાય છે તો ટ્રમ્પની હાર થાત ?

(3:24 pm IST)