Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કમલનાથે પરાજય સ્વીકાર્યો

મધ્યપ્રદેશમાં શિવરાજની 'ખુરશી' બચી ગઇ : ૨૮માંથી ૨૦ બેઠક પર BJP આગળ

ભોપાલ તા. ૧૦ : મધ્યપ્રદેશની ૨૮ વિધાનસભા સીટો માટે મતગણતરી સવારથી ચાલુ છે. શરૂઆતના પરિણામોમાં ૨૮માંથી ૨૦ સીટો પર બીજેપી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ૭ સીટો પર કોંગ્રેસને બહુમત મળ્યું છે. બીજીબાજુ ૧ સીટ પર અન્ય એટલે બસપા આગળ છે. ગ્વાલિયર - ચંબલની ૧૬ સીટો પર અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં બીજેપી ૮ સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ૭ સીટો પર કોંગ્રેસ અને એક પર બીએસપી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બીજીબાજુ 'આઇટમ'વાળા વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચામાં આવેલા ગ્વાલિયરની ડબરા સીટ પર બીજેપી ઉમેદવાર શરૂઆત પરિણામમાં ઇમરતી દેવીએ બહુમત મેળવ્યું છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમજોર પ્રદર્શન બાદ વધુ પડતા નેતા પેટા ચુંટણી પર કાંઇ પણ બોલવાથી બચતા જોવા મળ્યા. હાલના આંકડા મુજબ ૨૮ પેટાચૂંટણીની બેઠકો પર બીજેપી ૨૦ બેઠક પર આગળ છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ઉપચૂંટણીના શરૂઆત પરિણામો પર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું, પ્રજા તંત્રમાં મતદાતાઓનો જે પણ નિર્ણય હશે તે સ્વીકાર કરે છે જેમ પરિણામો આવશે તેને સ્વીકાર કરવામાં આવશે.

(3:28 pm IST)