Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જ્યારે મંગળ ગ્રહ પર જનારા યાનને પૃથ્વીથી નિયંત્રિત કરી શકાય છે , તો EVM હેક કેમના થાય ?

બિહાર ચૂંટણીમાં NDA પ્રચંડ બહુમત તરફ આગળ વધતા જ EVM પર ઉઠ્યા સવાલ : કોંગ્રેસ નેતા ઉદિત રાજ અને પ્લૂરલ્સ પાર્ટીની પુષ્પમ પ્રિયાએ બળાપો ઠાલવ્યો

પટના,તા. ૧૦: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણયામો એકિઝટ પોલથી વિપર આવતા જ EVMના લઈને સવાલો ઉઠવાનું શરૂ થઈ ગયું છે. જેમાં સૌ પ્રથમ કોંગ્રેસ નેતા ઉદિત રાજે EVM પર સવાલ ઉઠાવ્યાં છે. ઉદિત રાજે પોતાના એક ટ્વીટ મારફતે કહ્યું છે કે, જયારે મંગળ ગ્રહ અને ચંદ્ર તરફ જતાં યાનની દિશાને ધરતી પરથી નિયંત્રિત કરી શકાય છે, તો EVM હેક કેમ ના થઈ શકે?

જો કે ઉદિત રાજના આ ટ્વીટથી તેમની પાર્ટી સહમત નથી જોવા મળી રહી. કોંગ્રેસ પ્રવકતા સુપ્રિયા સિંહ શ્રીનેતે કહ્યું કે, EVM હેકના તેમના આરોપને નથી માનતી. કોંગ્રેસ અને મહાગઠબંધન બિહારમાં પૂરી તાકાતથી ચૂંટણી લડ્યા છે. અમને વિશ્વાસ છે કે, બિહારમાં મહાગઠબંધનની પૂર્ણ બહુમતની સરકાર બનશે. આમ છતાં જનતા જે નિર્ણય લે, તેનો વિનમ્રતા પૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ઉદિત રાજનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે. પુષ્પમ પ્રિયા પટનાની બાંકીપુર અને મધુબનીની બિસ્કી બેઠક પર ચૂંટણી લડી રહી છે.

આ સિવાય બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ લોકોની નજર નવી આવેલી પાર્ટી ધી પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ પુષ્પમ પ્રિયા ચૌધરી પર હતી. જે બિહારની બે વિધાનસભા બેઠકો પરથી પોતાની કિસ્મત અજમાવી રહી છે.

પુષ્પમ પ્રિયાએ સ્થાનિક ન્યૂઝ પેપરોમાં જાહેરાત આપીને પોતાને બિહારના આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જો કે અત્યારના પરિણામ પર નજર નાંખીએ તો, પુષ્પમ પ્રિયા પોતાની બન્ને બેઠકો પર પાછળ ચાલી રહી છે. જે બાદ પુષ્પમ પ્રિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, બિહારમાં EVM હેક થઈ ગયા છે. પ્લૂરલ્સ પાર્ટીના મતને ભાજપે પોતાના પક્ષમાં કરી લીધા છે.

૩ તબક્કામાં સંપન્ન થયેલ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. જેમાં નીતિશકુમારના નેતૃત્વ વાળુ NDA ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. હાલના તબક્કે તો એવું જ લાગી રહ્યું છે કે, લોકોએ મોદી-નીતિશના ડબલ એન્જિન વાળી સરકાર પર વિશ્વાસ વ્યકત કર્યો છે. મહાગઠબંધને પણ ૧૦૦ના આંકડો પાર કરી લીધો છે.

જણાવી દઈ કે, બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો છે. જેમાંથી બહુમતીના જાદૂઈ આંકડા માટે ૧૨૨ બેઠકો જોઈએ. ચૂંટણી પંચ દ્વારા રાજયના તમામ ૩૮ જિલ્લાઓમાં ૫૫ મતગણતરી મથકો બનાવ્યાં છે. બિહાર ચૂંટણીમાં મતદાન બાદ મોટાભાગના એકિઝટ પોલમાં NDA ગઠબંધન હારી રહ્યું હોવાનું અનુમાન લગાવાયું હતું. જયારે RJDના તેજસ્વી યાદવના નેતૃત્વવાળુ મહાગઠબંધન જીતશે તેમ જણાવાયું હતું. જો કે હવે જયારે પરિણામ આવશે, ત્યારે જાણી શકાશે કે એકિઝટ પોલ કેટલા સાબિત થશે.

(4:11 pm IST)