Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કેન્દ્ર સરકારે 14 રાજ્યોને રૂ. 6195 કરોડની ચૂકવણી કરી

રેવન્યૂ ડેફિસિટ ગ્રાન્ટના માસિક હપ્તા પેટે 6195 કરોડ રૂપિયા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 14 રાજ્યોને રેવન્યૂ ડેફિસિટ ગ્રાન્ટના માસિક હપ્તા પેટે 6195 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ગ્રાન્ટ 15માં નાણાંપંચની વચગાળાની ભલામણો પર આધારિત છે જે રાજ્યોને કેન્દ્રીય કરવેરામાં રાજ્યોની હિસ્સેદારીની ચૂકવણી બાદ થયા બાદ આવકઘટ બદલ ચૂકવવામાં આવે છે.

નાણાંપ્રધાન નિર્મલા સિતારમનના કાર્યલયે ટ્વિટમાં કહ્યુ કે, 15માં નાણાં પંચની વચગાળાની ભલામણોના આધારે 14 રાજ્યોને 6195.08 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય કરવેરામાં રાજ્યોની હિસ્સેદારીની ચૂકવણી બાદ રેવન્યૂ ડેફિસિટ ગ્રાન્ટ વિભાગે બરાબર રકમના આઠ હપ્તા હેઠળ આ રકમ જારી કરી છે.

 

આ ગ્રાન્ટનો લાભ મેળવનારરાજ્યોમાં આંધ્રપ્રદેશ, અસમ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કીમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ શામેલ છે. આટલી રકમની ગ્રાન્ટ ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબરમાં જારી કરવામાં આવી હતી.

નાણાંપંચે કેન્દ્રીય કરવેરામાં રાજ્યોની હિસ્સેદારી બાદ રાજ્યોને આવકઘટની કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઇ કરવા માટે ગ્રાન્ટની વ્યવસ્થા બનાવી છે

(8:44 pm IST)