Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાત્રે 8:45 વાગ્યે :બિહારમાં સત્તાની નજીક પહોંચી ગયેલો ભાજપનો એનડીએ મોરચો

એનડીએ મોરચાને 113 બેઠક ઉપર વિજય ૧૨ બેઠક ઉપર આગળ: મહાગઠબંધને ૯૮ બેઠક જીતી અને ૧૨ બેઠકો ઉપરઆગળ : અન્ય પક્ષો આઠ બેઠકો ઉપર વિજેતા

બિહારમાં ભાજપ અને નીતીશકુમારનો એન.ડી.એ મોરચો સતા નજીક પહોંચ્યો છે બિહારમાં ૨૪૩ બેઠકોમાંથી ૧૧૩ બેઠકો ઉપર વિજય મેળવી ચૂકેલ છે, ૧૨ બેઠક ઉપર આગળ છે, પૂર્ણ બહુમત માટે નવ બેઠકો ખૂટે છે.

જ્યારે તેજસ્વી યાદવ તથા કોંગ્રેસનું મહાગઠબંધન ૯૮ બેઠક જીતી ચુકેલ છે અને ૧૨ બેઠકો ઉપર તેમના ઉમેદવારો આગળ છે.  અન્ય પક્ષો આઠ બેઠકો ઉપર વિજેતા થયા છે.

(9:04 pm IST)