Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બિહાર ચૂંટણી : મતગણતરીમાં ગોટાળાની ફરિયાદ : RJD, કોંગ્રેસ અને લેફ્ટ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા

પ્રજાતંત્રની હત્યા કરીને સરાજાહેર જનમતનું અપહરણ : કોંગ્રેસનો આરોપ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કાઉન્ટીંગને લઈને આરજેડીએ આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસ અને લેફ્ટે પણ ચૂંટણી પંચની ઓફિસે ગયા છે. રાજદે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજદ બાદ મહાગઠબંધનની અન્ય પાર્ટીઓએ ચૂંટણી પંચની ઓફિસે ગઈ હતી.

કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને અખિલેશ પ્રસાદ સિંહ પટનામાં ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યાં છે. જ્યાં ભાકપા માલેના ચૂંટણી પંચની ત્રણ સીટો પર ફરીથી ગણતરી કરાવવા માટે પત્ર લખ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પ્રજાતંત્રની સરાજાહેર હત્યાં થઈ રહી છે. તેણે કહ્યું કે, બિહાર ચૂંટણીમાં હજુ કેટલી વધારે હેરાફેરી ચાલશે. કિશનગંજમાં કોંગ્રેસના ઉમેદવાદ 1266 વોટથી જીત્યાં છે. ભાજપના ઉમેદવાર પોતાના ઘરે ચાલ્યાં ગયા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવારને સર્ટિફિકેટ આપવાની ઈનકાર કરી દેવામાં આવ્યો છે. પ્રજાતંત્રની હત્યા કરીને સરાજાહેર  જનમતનું અપહરણ થઈ રહ્યું છે.

 

(12:12 am IST)