Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોડી રાત્રે 3.30 વાગ્યે બિહારની ચૂંટણીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, 122 થી વધારે સીટ જીતી : આરજેડી એકલો સૌથી મોટો પક્ષ તરીકે ઉભર્યો : યુપીએ ના સપના થયા ચકનાચૂર

ડિકલેર થયેલ 241માંથી 123 બેઠકો પર NDAનો, 110 પર મહાગઠબંધનનો કબજો : છેલ્લી 2 બેઠક પર પણ NDA ની સરસાઈ

પટણાઃ મોડી રાત્રે બિહારની ચૂંટણીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, 122 થી વધારે સીટ જીતી : આરજેડી એકલો સૌથી મોટો પક્ષ તરીકે ઉભર્યો : યુપીએ ના સપના થયા ચકના ચૂર 

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાત્રે 3.30 વાગ્યા સુધી 243માંથી 241 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા. ત્યાર સુધી સૌથી મોટા પક્ષ તરીકે રાજદ હતું અને બીજા નંબરે ભાજપ હતો. મત ગણતરી ચાલી રહી છે. ઈલેક્શન કમિશનનું કહેવું હતુ કે, કોરોના પ્રોટેકોલને કારણે મતગણતરી મતગણતરીમાં વિલંબ થયો. છેલ્લા પરિણામ માટે રાત્રે મોડે સુધી રાહ જોવી પડશે. ત્યાર બાદ જ નક્કી  થઇ શકશે કે બિહારનો બીગ બોસ કોણ હશે.

જોકે રાત્રે 3.30 વાગે થયેલા પરિણામ મુજબ 243માંથી 241 બેઠકો પર હારજીત નક્કી થઇ ગઇ હતી. હવે 2 બેઠકો બાકી હતી. જીતના મામલે  એનડીએએ 123 અને મહાગઠબંધને 110 બેઠકો પર કબજો કરી લીધો હતો. બાકી રહેલી બંને બેઠકો એનડીને મળે તેવી પૂર્ણ સંભાવના છે.

(4:02 am IST)