Gujarati News

Gujarati News

News of Sunday, 10th December 2023

INDIA ગઠબંધનની બેઠકમાં સીટની વહેંચણી પર ચર્ચા થવી જોઈએ- પ્રિયંકા ચતુર્વેદી

ગત બેઠકમાં સમિતિની રચના કરી અને નક્કી કરાયું હતું કે ભવિષ્યમાં અમે સીટ શેરિંગ જેવા મુદ્દાઓ પર વાત કરીશું

નવી દિલ્હી : INDIA ગઠબંધનની બેઠક પર, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ બેઠક હશે કારણ કે છેલ્લી બેઠકમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં અમે સીટ શેરિંગ જેવા મુદ્દાઓ પર વાત કરીશું. તાજેતરની ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને, આપણે એક થઈને જનતા સમક્ષ આપણા વિચારો રજૂ કરવાની જરૂર છે. બેઠક વહેંચણી પર પણ ચર્ચા થવી જોઈએ. આવનારી મીટીંગ ખુબ મહત્વની છે

 

(11:52 pm IST)