Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વારાણસીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની છેડતીના આરોપમાં જાહેરમાં ધોલાઇ: કાન પકડી માગી માફી

વીડિયો વાઇરલ થતાં કોઇ ફરિયાદ વિના જ પોલીસે જાતે નોંધ લઇ તપાસ શરુ કરી

વારાણસીઃ વડાપ્રધાન મોદીના મતદાનક્ષેત્ર વારાણસીમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને કમ્પ્યૂટર કોલેજાન ચેરમેનની છાત્રાની યુવતી બદલ જોરદાર ધોલાઇ કરવામાં આવી. લોકોના પરિવારના મારથી ડરી ગયેલા પૂર્વ નેતા કાન પકડીને માફી માગતા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થતાં કોઇ ફરિયાદ વિના જ પોલીસે જાતે નોંધ લઇ તપાસ શરુ કરી છે.

વિગત મુજબ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં લોકો ભાજપના આ પૂર્વ નેતાને ફટકારી રહ્યા છે. જ્યારે માયાશંકર પાઠક નામના આ વૃ્દ્ધ કાન પકડી માફી માગી રહ્યા છે.

વાસ્તવમાં માયાશંકર પાઠક 1991મા વારાણસીના ચિરઇગામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યા ચૂંટાયા હતા. પાછળથી તેઓ ભગતુઆ ગામમાં એમપી ઇન્સ્ટીટ્યૂટ એન્ડ કમ્પ્યૂટર કોલેજ ચલાવી રહ્યા હતા

 

કહેવાય છે કે વીડિયો બે દિવસ જૂનો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોલેજના ચેરમેન માયાશંકર પાઠકે પોતાની ઓફિસમાં એક વિદ્યાર્થીનીને બોલાવી છેડતી કરી હતી. જે અંગે વિદ્યાર્થીનીએ ઘરે જઇ માતા-પિતાને જાણ કરી હતી.

પીડિતા વિદ્યાર્થીના આરોપેથી ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ કોલેજ પર હલ્લો કરી નાંખ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ માયાશંકર પાઠકને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને તેનો વીડિયો પર બનાવી લીધો હતો. ધોલાઇ દરમિયાન માયા પાઠક વારંવાર કાન પકડી પોતાની ભૂલ અંગે માફી રહ્યા હતા.

પરિવારજનોએ પહેલા કોલેજમાં માયાશંકરની ધઓલાઇ કરી પછી બહાર મેદાનમાં ખુરસી પર બેસાડી તેમને મારતા રહ્યા હતા

બંને પક્ષોમાંથી કોઇએ આ ઘટના અંગે ફરિયા કરી નથી. પરંતુ વીડિયો ઝડપથી વાયરલ થતા અને મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસે જાતે નોંધ લઇ તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે જિલ્લા અધિકારી પિંડરા અભિષેકકુમારે જણાવ્યું કે હજુ બંનેમાંથી કોઇ પક્ષે ફરિયાદ કરી નથી. પરંતુ વીડિયોની તપાસ કરી ચકાસવામાં આવી રહ્યું છે કે સત્ય શું છે. સાથે સંભવ હશે તો જરૂરી કાયદાકી કાર્યવાહી પણ કરવામાં આવશે

(12:00 am IST)