Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ટ્વિટર પર મોદી ૬.૪૭ કરોડ ફોલોઅર્સ સાથે મોખરે

બરાક ઓબામા ૧૨.૭૯ કરોડ ફોલોઅર્સ સાથે હજી પણ અવ્વલ છે

નવી દિલ્હી,તા.૧૧: માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર હવે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સક્રિય રાજનેતા છે. અમેરિકાના પ્રમુખપદેથી વિદાઈ લઈ રહેલા ડોનલ્ડ ટ્રમ્પ તરફી ઝનૂની લોકોએ ૬ જાન્યુઆરીએ અમેરિકાની સંસદમાં ધમાલ મચાવી એને પગલે ટ્વિટરે ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેતાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારા રાજકારણીઓમાં મોદી મોખરે થઈ ગયા છે.

એકાઉન્ટના સસ્પેન્શન પહેલાં ટ્વિટર પર ટ્રમ્પના ૮.૮૭ કરોડ ફોલોઅર્સ હતા. મોદીના અત્યારે ૬.૪૭ કરોડ ફોલોઅર્સ છે.સક્રિય રાજકારણીઓ સહિત વિશ્રભરના તમામ રાજનેતાઓની વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા ૧૨.૭૯ કરોડ ફોલોઅર્સ સાથે હજી પણ અવ્વલ છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડનના ૨.૩૩ કરોડ ફોલોઅર્સ છે.

(10:12 am IST)