Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેવગઢ હાફૂસ કેરીનું મુંબઈમાં આગમન : ૧૦૦૦ થી ૧૫૦૦ની ડઝન

સિઝન શરૂ થવામાં હજુ વારઃ કેરીનો સ્વાદ માણવા રાહ જોવી પડશે

મુંબઇ,તા. ૧૧: કોંકણની હાફૂસ કેરીનું મુંબઈમાં આગમન થઇ ચૂકયું છે. મુહૂર્તની કેરીની બે પેટીઓ બજારમાં આવી ચૂકી છે. જોકે, તેમ છતાં હાફૂસ કેરીની સિઝન શરૂ થવામાં હજુ વાર હોવાથી તેનોે સ્વાદ માણવા માટે થોડી રાહ જોવી પડશે. કોરોનાના સંકટમાં બજારમાં મંદીનો માહોલ વચ્ચે હાફૂસ કેરીના આગમન સાથે તેજી જોવા મળે એવી શકયતા છે. આ આશાએ બજારના વેપારીઓમાં ઉત્સાહનું વાતાવરણ છે.

દેવગઢમાં કુણકેશ્રરના ખેડૂત શંકર નાણેરકરે તેની વાડીની હાફૂસ કેરીની બે પેટીઓ ફળ બજારના વેપારી અવિનાશ પાનસરેને મોકલાવી છે. સિઝનની પહેલી કેરીને મુર્હૂતની કેરી માનવામાં આવે છે. આ કેરીઓની વિધીવત પૂજા કરીને સિઝન સારી જાય એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાનું આજે પણ વેપારીઓ અનુસરણ કરી રહ્યા છે.

જાન્યુઆરીની શરૂઆતમાં જ હાફૂસ કેરીઓ બજારમાં દાખલ થઇ ગઇ છે. જોકે, કોંકણની હાફૂસ કેરીની મેઇન સિઝન શરૂ થવામાં હજુ થોડી વાર છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ ઓછું થયું છે. અગાઉ કમોસમી વરસાદ અને હવે કડકડતી ઠંડીને કારણે કેરીના મહોર કરમાઇ રહ્યા છે. બજારમાં મુર્હૂતની કેરીઓ આવી ચૂકી હોવા છતાં હાફૂસની સિઝન શરૂ થવામાં હજુ વિલંબ થશે.

આ અંગે ફળ બજારના એક વેપારીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં હાફૂસ કેરીની સિઝન શરૂ થશે. આ વર્ષે બજારમાં વિલંબથી કેરીનું આગમન થશે. આ સિવાય તેના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. હાફૂસની સિઝન શરૂ ન થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે બે-ચાર પેટીઓ બજારમાં આવતી રહેશે. આ કેરીઓ હજારથી દોઢ હજાર રૂપિયા ડઝનના ભાવે વે.

(10:13 am IST)