Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોનાનો વધુ એક સ્‍ટ્રેન સામે આવ્‍યોઃ જાપાનમાં વાયરસમાં મળ્‍યા ૧૨ મ્‍યુટેશન

બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીમાં જોવા મળ્‍યો નવો સ્‍ટ્રેન

ટોકીયો, તા. ૧૧ :. બ્રિટનમાં પેદા થયેલો કોરોના વાયરસનો નવો સ્‍ટ્રેન હવે જાપાન પહોંચી ગયો છે. જાપાનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે તેની પુષ્‍ટી કરી છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીમાં આ નવો સ્‍ટ્રેન જોવા મળ્‍યો છે. જે દ.આફ્રિકા અને બ્રિટનમાં મળેલા સંક્રામક સ્‍ટ્રેનથી અલગ છે. વૈજ્ઞાનિકોએ આ અંગે તપાસ શરૂ કરી છે.

બ્રાઝીલથી આવેલા ૪ લોકોમાં આ નવો સ્‍ટ્રેન મળ્‍યો છે. ડબલ્‍યુએચઓને પણ આની માહિતી આપવામાં આવી છે.

કોરોનાના નવા સ્‍ટ્રેનમાં બાર મ્‍યુટેશન છે. જેમાંથી એક મ્‍યુટેશન બ્રિટન અને દ. આફ્રિકામાં મળેલા નવા કોરોનાના વાયરસ જેવા જ છે. આનાથી સંભવ છે કે જાપાનનો સ્‍ટ્રેન પણ વધુ ચેપી છે.

૨ જાન્‍યુઆરીના રોજ ટોકીયો એરપોર્ટ પર બ્રાઝીલથી આવેલ યાત્રીને શ્વાસ લેવાની તકલીફ હતી જ્‍યારે એક મહિલા યાત્રીને માથામા દુઃખાવો તથા ગળામાં તકલીફ હતી. જ્‍યારે ત્રીજા યાત્રીને તાવ હતો. ૪ લોકોમાંથી માત્ર એકમા કોઈ લક્ષણ નહોતા. બધાને એરપોર્ટ પર જ કોરન્‍ટાઈન કરવામાં આવેલ છે. જાપાનમાં ટોકીયો અને તેની આસપાસના પ્રાંતોમા કટોકટી જાહેર કરવામાં આવી છે.

(11:11 am IST)