Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જય જવાન જય કિસાનનો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ

દેશના બીજા વડાપ્રધાન અને પ્રજાના સાચા સેવક સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ છે. તા. ૨ ઓકટોબરના ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ખાતે જન્મેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ અનેક જવાબદારી અલગ અલગ સમયે નિભાવેલી. ૧૯૬૫ ના પાકિસ્તાન સાથે ૧૨ દિવસ ચાલેલા યુધ્ધ દરમિયાન તેઓએ અસામાન્ય મનોબળના દર્શન કરાવેલા. 'જય જવાન જય કિશાન' ના બુલંદી નારાના જનક એવા શાસ્ત્રીજીએ વડાપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન ગુજરાતની બે વાર મુલાકાત લીધેલી. સ્વેતક્રાંતિ માટે  આણંદ અને સૈનિક સ્કુલ ઉદ્દઘાટન પ્રસંગે  બાલાચડી આવ્યા હતા. આજે તેની પુણ્યતિથિએ શત્ શત્ વંદન.

  • સમસુરભાઇ એચ. બુધવાણી રાજકોટ, મો.૯૮૨૫૪ ૪૯૪૪૨
(1:01 pm IST)