Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેશનો વિદેશી ચલણનો ભંડાર 585.32 અબજ ડોલરને આંબ્યો: નવા રેકોર્ડ સ્તરે

સ્વર્ણ ભંડાર પણ 31.5 કરોડ ડોલરની વૃધ્ધીની સાથે 37.03 અબજ ડોલર પર રહ્યો

નવી દિલ્હી : દેશનો વિદેશી હુંડિયામણનો ભંડાર 1 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં 4.48 અબજ ડોલરથી વધીને 585.32 અબજ ડોલરનાં નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો, આ પહેલા 25 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં આ 29 કરોડ ડોલર જેટલો ઘટીને 580.84 અબજ ડેલર રહી ગયો હતો.

ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે જારી કરેલા આંકડા અનુસાર 1 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી ચલણનો સૌથી મોટો ઘટક વિદેશી મુદ્રા પરિસંપતિ 4.17 અબજ ડોલર વધીને ભંડાર 541.64 અબજ ડોલર પર પહોંચી ગયો, આ દરમિયાન સ્વર્ણ ભંડાર પણ 31.5 કરોડ ડોલરની વૃધ્ધીની સાથે 37.03 અબજ ડોલર પર રહ્યો છે

(1:37 pm IST)