Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અભિનેતા સોનુ સુદએ બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : પોતાના જુહુ મુંબઈ ખાતેના રહેણાંકમાં અનધિકૃત બાંધકામ અંગે બીએમસીએ પાઠવેલી નોટિસ દ્વેષયુક્ત હોવાનું નિવેદન

મુંબઈ : સુપ્રસિદ્ધ અભિનેતા સોનુ સુદએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.તેમના જુહુ મુંબઈ ખાતેના નિવાસ સ્થાનમાં અનધિકૃત બાંધકામ કરાયું  હોવાની કોઈ હિતશત્રુએ લોકાયુક્તમાં કરેલી અરજીના અનુસંધાને બીએમસીએ સેક્શન ન.53 હેઠળ નોટિસ મોકલતા તેમણે આ નોટિસ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે માન્ય નહીં રહેતા મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબ ગણેશ કુસમુલુ નામક નાગરિકે બ્લેક મેઇલિંગના હેતુસર લોકાયુક્તમાં અરજી કરી હતી.જેના આધારે નોટિસ મોકલી દેવાઈ છે. તેથી ટ્રાયલ કોર્ટમાં તે વિરુદ્ધ કરાયેલી અરજી નામદાર જજે માન્ય નહીં રાખતા હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી છે.માત્ર નોટિસના આધારે બાંધકામ રેગ્યુલર થવા અંગે જાણકારી મળી શકે નહીં.ઉપરાંત ત્રીસ દિવસની સમય મર્યાદામાં રહીને પણ નોટિસ પાઠવાઈ નથી.

પિટિશનની સુનાવણી આવતીકાલ 12 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:38 pm IST)