Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

હોલીવુડ ફિલ્મ જેમ્સ બોન્ડના ડાયરેક્ટર માઇકલ એપ્ટેડનું 79 વર્ષની વયે નિધન

માઇકલ એપ્ટેડે સિનેમા અને ટેલિવિઝન બંને પર ખૂબ નામના મેળવી હતી

મુંબઈ : જગમશહૂર બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની ફિલ્મના ડાયરેક્ટર માઇકલ એપ્ટેડનું 79 વર્ષની વયે અવસાન થયું હતું. ડાયરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાએ જાહેર કર્યા મુજબ ચાલુ માસની 7મીએ એપ્ટેડનું નિધન થયું હતું. જો કે એપ્ટેડ કઇ રીતે મરણ પામ્યા એની કોઇ વિગતો જાહેર કરાઇ નહોતી.

1941માં જન્મેલા માઇકલ એપ્ટેડે સિનેમા અને ટેલિવિઝન બંને પર ખૂબ નામ પ્રાપ્ત કર્યુ હતું. 1990માં તેમણે જેમ્સ બોન્ડઃ ધ વર્લ્ડ ઇઝ નોટ ઇનફ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત કોલ માઇનર્સ ડૉટર્સ, ગોરિલ્લાઝ ઇન ધ મિસ્ટ ફિલ્મ પણ બનાવી હતી. કોલ માઇનર્સ ડૉટર્સે સંગીત અને કોમેડી સિરિઝમાં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મેળવ્યો હતો. આ ફિલ્મની અભિનેત્રી સીસી સ્પેસકને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર મળ્યો હતો.

એપ્ટેડે સૌથી લાંબા સમય સુધી ચાલેલી ટીવી સિરિયલ અપનું નિર્દેશન પણ કર્યું હતું. આ સિરિયલમાં એવા 14 બ્રિટિશ નાગરિકોની વાત હતી જે તદ્દન અલગ અલગ વાતાવરણમાંથી આવતા હતા. તેમને એક સાથે રહેવાની ફરજ પડી હતી

(1:51 pm IST)