Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગળુ કાપવામાં ખુબ મજા આવીઃ આનંદ આવતો હતોઃ કૈલાશની નફફટાઇ

કાકાના દીકરાનું ગળુ કાપનાર નાલાયક આરોપી ભાઇ માથુ ધડથી અલગ કરવા માંગતો હતો

સીકર તા. ૧૧: કાકાના દીકરાની હત્યાના આરોપી કૈલાશને તેનો બીલકુલ અફસોસ નથી. કૈલાશે જણાવેલ કે ઉત્તમનું ગળુ કાપવામાં મને ખુબ મજા આવેલ. હત્યા બાદ લોકોને પણ કૈલાશે જણાવેલ કે ગળુ કાપવાથી મને ખુબ સુકુન મળેલ જાણે મારા હાથમાં બ્લેડ નહીં પણ અસ્તરો હોય. ગળુ કાપતી વખતે મને આનંદ અનુભવાયેલ.

પોલીસે જણાવેલ કે માસુમ કાકાના દીકરાનું ગળુ કાપી ધડથી અલગ કરવા માંગતો હતો કૈલાશ. તે બ્લેડ પણ નવી લાવ્યો હતો. પોલીસે આરોપી કૈલાશની ધરપકડ કરી છે. પુછપરછમાં જણાવેલ કે મનમાં ભણવાને લઇને કાકાના દીકરા ઉતમ અને તેના પિતાથી હિન ભાવના હતી.

પુછપરછમાં કૈલાશે જણાવેલ કે તેના પિતા મંગલચંદ અને મૃતક ઉતમના પિતા ગોપાલ પ-૭ હજાર રૂપિયાની લેણા-દેણી ચાલી રહી હતી. આરોપીએ જણાવેલ કે તેણે હત્યા કરવાની યોજના બનાવી હતી. બંન્ને પરિવારોના મકાન વચ્ચે એક જ દિવાલ હતી, જેને લીધે પણ વિવાદ થતો હતો. દરરોજની માથાકુટથી કૈલાશે બદલો લેવાનું નકકી કરેલ.

(3:35 pm IST)