Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

પ્રયાગરાજમાં બનશે ગંગા-યમુના રિવર ફ્રન્ટ

નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કરી જાહેરાત

પ્રયાગરાજઃ સંગમનગરી પ્રયાગરાજમાં યુપી સરકારે યમુનાથી ગંગા સુધી રિવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી છે. ટુંક સમયમાં જ તેની કાર્ય યોજના તૈયાર કરાવીને તેને અમલી જામો પહેરાવાશે. તેનાથી એક બાજુ શહેરની તસ્વીર બદલાશે તો બીજી તરફ પર્યટનને પ્રોત્સાહન મળશે અને ગેરકાયદે બાંધકામ પર અંકુશ મુકી શકાશે.

નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રિવર ફ્રન્ટની ફકત જાહેરાત જ નથી કરી પરંતુ એમ પણ કહ્યું છે કે આનુ નિર્માણ કાર્ય બહુ જલ્દી શરૂ કરવામાં આવશે. તેમણે અધિકારીઓને તેનો ડીપીઆર બને તેટલો જલ્દી બનાવીને સરકારને મોકલવો કહ્યું છે. આ રિવરફ્રન્ટ શહેરની હદમાં ગંગાથી માંડીને યમુના સુધીનો હશે.

આ ઉપરાંત ૨૦૨૫ના કુંભ પહેલા શહેરની સૂરત પણ બદલાઇ જશે. પ્રયાગરાજમાં બે પુલ, સીકસ લેન બ્રીજ અને ફલાય ઓવર બનીને તૈયાર થઇ જશે. નાયબ મુખ્યપ્રધાને પ્રયાગરાજ શહેરના રહેવાસીઓને આરઓબીની ભેટ આપી છે. તેમણે પ૩ કરોડ રૂપિયાના બજેટથી બનનાર બે લેનના સલોરી ફલાય ઓવરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતા કહ્યું કે આનું નિર્માણ ડીસેમ્બરમાં પુરૂ કરી દેવાશે. આ ફલાય ઓવર બનવાથી એક બાજુ પ્રયાગના રહેવાસીઓને સુવિધા રહેશે.

(3:39 pm IST)