Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગણતંત્રની પરેડમાં રામમંદિરનો ટેબ્લો રહેશે આકર્ષણનું કેન્દ્ર

ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક ઝાંખી કરાવશે રામમંદિરથી નીકળેલ ખાસ મોડેલ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ નિમિતે અયોધ્યાની ઝાંખી કરાવવા હાલ તૈયારી ચાલી રહી છે. આ વખતના ગણતંત્ર દિવસની પરેડની ઝાંખીમાં રામની નગરી જોવા મળશે. દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં અયોધ્યાનો ભવ્ય દીપોત્સવ તથા રામ મંદિરને લગતી ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે.

 ગણતંત્ર દિવસ નિમિતે યોજાનારી પરેડના સંદર્ભમાં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉત્તરપ્રદેશ સરકાર તરફથી એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો,જેને મંજૂરી મળી ગઈ હતી. રામનગરી અને ઉત્તર પ્રદેશની સાંસ્કૃત્તિક ધરોહર શિર્ષકથી ઝાંખીને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

 આ ઝાંખીમાં પ્રભુ શ્રીરામની ધરતી પર નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિર સહિત રામ નગરીની સંસ્કૃતિ, પરંપરા, કલા તથા અન્ય દેશોમાંથી આયોધ્યા તથા પ્રભુ રામ સંબંધિત ચિત્રણ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ વર્ષ ૨૦૧૮થી CM યોગી આદિત્યનાથ દ્વારા શરૂ કરવામાં આવેલા ભવ્ય દીપોત્સવને પ્રસ્તુત કરવામાં આવશે.    

રાજપથ ઉપર રામમંદિરની ઝાંખી

અયોધ્યાના સાંસદ લલ્લુ સિંહે આ બાબતે જણાવ્યુ હતું કે આ ખૂબ જ અનાદની વાત છે કે ૨૬ જાન્યુઆરીની પરેડમાં રાજપથ પર રામમંદિરની ઝાંખી થશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને લઈને ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક અને મર્યાદા પુરુષોતમ રામના વારસાના દર્શન આખું ભારત કરી શકશે.

રામરાજયના શ્રી ગણેશનું પગલુ

તપસ્વી છાવણીના મહંત સંત પરમહંસ એ પણ આ વિચારને આવકાર્યો અને બિરદાવયો હતો. પ્રભુ શ્રીરામ ચરિત્ર માનવ હતા અને માનવ માત્ર માટે તે આદર્શ છે ત્યારે તેમના જીવનની આ ઝાંખી રામરાજયના શ્રીગણેશનું પગલું સમજી શકાય.

(3:40 pm IST)