Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નાસિકમાં ૧૩ વર્ષની બાળકી સાથે ગેંગરેપ

બાળકીએ રડમસ આંખે અસહ્ય વેદના સાથે ઘટના વર્ણવી : એક સગીર અને મહિલા સહિત ૭ની ધરપકડ : પોક્‍સો એક્‍ટ હેઠળ બળાત્‍કારનો કેસ દાખલ : બાળકીએ રડમસ આંખે અસહ્ય વેદના સાથે ઘટના વર્ણવી

નાસિક, તા.૧૧: હજું હાથરસ કેસ કે બદયુના બળાત્‍કારની ઘટના લોકો ભૂલી નથી શક્‍યા ત્‍યાં વધું કે બાળકી વિકૃતીનો શિકાર બની. હેવાનોએ ફરી એક ફુલને પિંખી નાંખ્‍યું છે. મહારાષ્ટ્રમાં વધું એક ગેંગરેપની દ્યટના બની છે. મહારાષ્ટ્રાના નાસિકમાં એક ૧૩ વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્‍યો છે. આ મામલામાં અત્‍યાર સુધીમાં પોલીસે ૭ની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં ૫ પુરુષ અને ૧ મહિલા અને ૧ સગીર છોકરો છે.

આ ઘટના શનિવારે નાસિક રોડ વિસ્‍તારમાં થઈ હતી. પીડિતાના માતા- પિતા જયારે કામથી રાતે ઘરે પાછા ફર્યા ત્‍યારે તેમને પોતાની દીકરી ઘરમાં મળી નહોંતી. પછીથી બાળકી રડતી હાલતમાં મળી હતી. જયારે માતા- પિતાએ તેને કારણ પુછ્‍યુ તો કિશોરીએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. જેના આધાર પર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે રવિવારે ૧૯થી ૨૯ વર્ષની વચ્‍ચેના ૫ પુરુષ આરોપીઓ અને ૧ સગીરને ઝડપી પાડ્‍યા હતા. પોલીસે એક મહિલાની પણ ધરપકડ કરી છે. જેણે કથિત રીતે આરોપીઓને દુષ્‍કર્મમાં મદદ કરી હતી.

પીડિતાને હાલમાં જિલ્લા સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જયાં તેની સારવાર ચાલી રહી છે. તમામ આરોપીઓની વિરુદ્ધ આઈપીસીની કલમ તથા પોક્‍સો એક્‍ટ હેઠળ કેસ દાખલ કરવામા આવ્‍યો છે.

(4:56 pm IST)