Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજધાની દિલ્‍હીમાં પણ હવે બર્ડફલુની એન્‍ટ્રીઃ મૃતક કાગડા અને બતકોના સેમ્‍પલ ટેસ્‍ટ કરાયા બાદ પોઝીટીવ રિપોર્ટ

નવી દિલ્હી: રવિવારના લાલ કિલ્લામાં 14 કાગડા અને સંજય તળાવમાં 4 બતક મૃત મળ્યા છે. મયૂર વિહાર ફેઝ-3ના સેન્ટ્રલ પાર્કમાં પણ 8થી 10 કાગડા મૃત મળ્યા છે. જો કે, હેલ્પલાઈન નંબર પર એકથી બે પક્ષીઓના મોતની જાણકારી મળી છે. આ વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ગઈ છે.

8 સેમ્પલના ટેસ્ટિંગમાં થઈ પુષ્ટિ

દિલ્હીના એનિમલ હસબેન્ડરી ડિપાર્ટમેન્ટ અનુસાર, મૃત કાગડા અને બતકોના 8 સેમ્પલનો ટેસ્ટ કર્યા બાદ આ વાતની પુષ્ટિ થઈ ગઇ છે કે, દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. તમામ સેમ્પલ્સ પોઝિટિવ આવ્યા છે.

રાજધાનીમાં દહેશતનો માહોલ

છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ જગ્યાઓ પર પક્ષીઓના મૃત મળવાની જાણકારીથી રાજધાનીમાં દહેશતનો માહોલ બન્યો છે. એનિમલ હસબેન્ડરી ડિપાર્ટમેન્ટ અનુસાર સોમવારના પ્રથમ રિપોર્ટ આવ્યો હતો. હવે બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ લોકો માટે એડવાઈઝરી જારી થઈ શકે છે, પરંતુ હજુ ડરવાની જરૂરિયાત નથી.

(5:28 pm IST)