Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ભારતીય કોસ્‍ટગાર્ડમાં યુનિયન સશષાદળમાં નાવિક પદમાં 358 જગ્‍યાઓ માટે અરજી મંગાવાઇઃ 18મી સુધીમાં ઉમેદવારો અરજી કરી શકશે

અમદાવાદઃ એક તરફ કોરોના કાળમાં લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે આ સ્થિતિમાં હવે ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. એવામાં સરકારી નોકરી માટે પણ ભરતીની વિવિધ જાહેરાતો થઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી થવા માંગતા યુવાનો માટે પણ એક સુવર્ણ તક આવી છે. જેના માટે શૈક્ષણિક લાયકાત થઈ લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીની તમામ વિગતો તમને આ આર્ટીકલમાં મળશે.

શૈક્ષણિક લાયકાત

1.નાવિક પદ માટે 10+12 મેથ્સ અને ફિઝિક્સ વિષયમાં માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ.

2.નાવિક માં યાંત્રિક પદ માટે AICTC થી માન્ય ગણાતી યુનિવર્સિટી માં ઇલેક્ટ્રીકલ /મિકેનિકલ/ટેલિકોમ્યુનિકેશન કે એન્ગજીનીયરિંગ ની ડિગ્રી હોવી જોઈએ.COBSE થી માન્ય ગણાતી યુનિવર્સિટીમાં ઉમેદવાર ની અરજી સ્વીકાર માં આવશે.

વય મર્યાદા

નાવિક પદ માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 22 વર્ષની હોવી જોઈએ.  નાવિક માં યાંત્રિક પદ માટે 1 ઓગસ્ટ 1999 થી 1 સપ્ટેમ્બર 2003 સુધી માન્ય ગણાશે.  SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી.OBC ઉમેરવાર માટે 3 વર્ષ  ની છૂટ આપવામાં આવશે.

ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્ક ની પરીક્ષા માંથી 55% માર્ક લેવામાં આવશે. ઉમેદવાર ને અરજી કરવા આ સાઈડ https://joinindiancostgaurd.cdac/ aapply.html પર થી અરજી કરી શકશે.

પરીક્ષા ફી

ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ને ફી ઓનલાઈન ભરવાની રહેશે.

નોંધ-

ઉમેદવાર ને એક વાર ફી ચુકવણી પછી ફી પાછી આપવામાં આવશે નહીં.

(5:29 pm IST)