Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ભારત પાસેથી કાલાપાની, લિમ્‍પિયાધુરા અને લિપુલેખ ક્ષેત્રને લઇ લેશુઃ નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીનું વિવાદાસ્‍પદ નિવેદન

બોર્ડર ગતિરોધના કારણે પ્રભાવિત થયેલા દ્વિપક્ષીય સંબંધોને ફરીથી સામાન્ય કરવાની કોશિશ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે કહ્યું કે, તેઓ કાલાપાણી, લિમ્પિયાધુરા અને લિપુલેખા ક્ષેત્રને ભારતથી પરત લેશે.

નેપાળના વિદેશી મંત્રીની 14 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ભારત પ્રવાસથી ઠિક પહેલા ઓલીએ નેશનલ એસેમ્બલી (ઉપલા ગૃહમાં)ને સંબોધિત કરતાં તે ટિપ્પણી કરી. સંબંધોમાં તણાવ આવ્યા પછી નેપાળથી ભારત આવનારા તેઓ સૌથી વરિષ્ઠ રાજનેતા હશે.

ઓલીએ કહ્યું, “સુગૌલી સંધિ અનુસાર મહાકાલી નદીના પૂર્વ ભાગમાં સ્થિત કાલાપાણી, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળનો ભાગ છે. અમે ભારત સાથે રાજકીય કૂટનીતિ વાટાઘાટો કરીને તેને પરત લઈશું.

વડાપ્રધાને કહ્યું, અમારા વિદેશ મંત્રી 14 જાન્યુઆરીએ ભારતના પ્રવાસસ પર જશે અને આ દરમિયાન તેમની ચર્ચાના કેન્દ્રમાં નક્શાનો મુદ્દો રહશે, જેને અમે ઉપરોક્ત ત્રણેય ક્ષેત્રોને સામેલ કર્યા છે.

(5:31 pm IST)