Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

16 વર્ષની મુસ્લિમ તરુણીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : પોતે એસ.એસ.સી.માં હતી ત્યારે નાદાન અવસ્થામાં લગ્ન માટે મંજૂરી મેળવી લેવાઈ હતી : હવે પગભર થઇ છે ત્યારે સ્વસુર પક્ષના લોકો ગુજરાતથી તેને તેડવા આવ્યા છે

ન્યુદિલ્હી : દિલ્હી સ્થિત એક 16 વર્ષની તરુણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તેણે નામદાર કોર્ટને જણાવ્યું હતું કે તે એસ.એસ.સી.માં હતી ત્યારે નાદાન અવસ્થામાં લગ્ન માટે મંજૂરી મેળવી લેવાઈ હતી. અને હવે પગભર થઇ છે ત્યારે સ્વસુર પક્ષના લોકો ગુજરાતથી તેને તેડવા આવ્યા છે .
આ સંજોગોમાં ઘરેથી નીકળી જઈ હાઇકોર્ટમાં તેણે અરજી કરી છે.જેના અનુસંધાને નામદાર કોર્ટએ દિલ્હી સરકારને તથા લાગતા વળગતાને નોટિસ પાઠવી બાળલગ્ન થતા અટકાવવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે મુસ્લિમોના એક વર્ગના મંતવ્ય મુજબ મહિલાઓને શિક્ષણ આપવું ઇસ્લામમાં હરામ છે.તેઓ માત્ર લખી વાંચી શકે તેટલું શિક્ષણ કાફી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.   

 

(6:00 pm IST)