Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓછા જોખમવાળા કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોઈ વ્યક્તિએ કોવિડ પરીક્ષણ કરાવવું જરૂરી નથી : ICMR

વધુ જોખમ એટલે વ્યક્તિની વઘુ ઉંમર અથવા કોઈ મોટા રોગનો ભોગ બનેલા વ્યક્તિ : આઇસીએમઆર (ICMR)ની કોવિડ પરીક્ષણપર નવી સલાહ

નવી દિલ્હી :દેશમાં કોરોનાના કેસ બેકાબૂ ગતિએ વધી રહ્યા છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના ટેસ્ટિંગ  અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિએ કોવિડ પરીક્ષણ કરાવવું આવશ્યક નથી જ્યાં સુધી તેની ઓળખ ઉચ્ચ જોખમ ધરાવતી વ્યક્તિ તરીકે ન થાય.

કેન્દ્ર સરકારે કહ્યું કે અહીં વધુ જોખમ એટલે વ્યક્તિની વઘુ ઉંમર અથવા કોઈ મોટા રોગનો ભોગ બનેલા વ્યક્તિથી છે. આઇસીએમઆર (ICMR)એ સોમવારે કોવિડ પરીક્ષણપર નવી સલાહ જારી કરી હતી.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સમયે સમયે કોરોના સંક્રમણને રોકવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી રહી છે. આઇસીએમઆરએ કોવિડ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે.

આઇસીએમઆરએ જણાવ્યું હતું કે સંક્રમણથી અસરગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવતા તમામ લોકોને ગભરાટમાં કોરોના પરીક્ષણની જરૂર નથી. આઇસીએમઆરએ જણાવ્યું હતું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા એ જ લોકોને કોવિડ ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપી છે જે ક્યાં તો વૃદ્ધ હોય અથવા ગંભીર રીતે બીમાર હોય.

આઇસીએમઆરએ જણાવ્યું હતું કે જે લોકોને હોમ આઇસોલેશન નિયમોના આધારે રજા આપવામાં આવી છે અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નિયમોના આધારે કોવિડ સેન્ટરમાંથી રજા આપવામાં આવેલી વ્યક્તિઓને કોવિડ પરીક્ષણની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 18,51,000 નવા કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કેસ નોંધાયા છે. કોરોનાથી રવિવારે વિશ્વમાં 3,306 લોકોનું મોત થયું હતું. યુ.એસ.માં હજી પણ સૌથી વધુ કોરોના કેસ છે. અમેરિકામાં રવિવારે 3.08 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે.

(12:00 am IST)