Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નવજોત સિંહ સિધ્ધુએ કહ્યું 'ગેમ ચેન્જર'

પંજાબ વિધાનસભા ચૂંટણી અગાઉ બોલીવુડ એકટર સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હી,તા. ૧૧: બોલીવૂડ સ્ટાર સોનુ સૂદની બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં જોડાયા છે. પંજાબ વિધાન સભાની ચૂંટણી અગાઉ માલવિકા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જયાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે અને ૧૦ માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.

કોરોનાકાળ દરમિયાન સોનુ સૂદે અસંખ્ય લોકોની મદદ કરી હતી અને તેના કારણે તેની ભરપૂર પ્રશંસા પણ થઈ હતી. સોનુ સૂદે કહ્યું છે કે તે પોતાની બહેનનું સમર્થન કરે છે. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં સોનુ સૂદે જાહેરાત કરી હતી કે તેની બહેન ચૂંટણી લડશે પરંતુ કયા પક્ષ તરફથી લડશે તે અંગે તેણે કોઈ ખુલાસો કર્યો ન હતો.

પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ઘુએ આને ગેમ ચેન્જર વાત ગણવી છે. જયારે માલવિકાએ સૂદે જણાવ્યું હતું કે, તે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવી રહ્યા છે. માલવિકા સૂદ પંજાબના મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચન્ની અને સિદ્ઘુની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ઘુએ જણાવ્યું હતું કે, આ ઘણી અનોખી વાત છે કે પાર્ટી પ્રમુખ અને મુખ્યમંત્રી કોઈના ઘરે જઈને તેને પાર્ટીમાં સામેલ કર્યા છે.

પંજાબ યુથ કોંગ્રેસે એક તસ્વીર ટ્વિટ કરી હતી જેમાં સોનુ સૂદ અને તેની બહેન નવજોત સિંહ સિદ્ઘુ સાથે જોવા મળે છે. આ ફોટો સાથે લખવામાં આવ્યું હતું કે, પિકચર ઓફ ધ ડે. પંજાબ પોતાને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે.

નોંધનીય છે કે ૨૦૧૭દ્ગક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પંજાબમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે અકાલી દળ-ભાજપ સરકારના ૧૦ વર્ષના શાસનનો અંત લાવ્યો હતો અને સત્ત્।ા મેળવી હતી. આમ આદમી પાર્ટીએ ૨૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તે બીજા ક્રમે રહી હતી. જયારે શિરોમણી અકાલી દળને ફકત ૧૫ અને ભાજપને ફકત ત્રણ જ બેઠકો મળી હતી.

(9:52 am IST)