Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોન્સ્ટેબલ રાણાની 'મૂંછો'ની જીત : ૨૪ કલાકમાં વિભાગે સસ્પેન્સન ઓર્ડર પાછો ખેંચ્યો

નોકરી પર ફરી હાજર થવા માટેનો આદેશ

ભોપાલ,તા.૧૧: કોન્સ્ટેબલ રાકેશ રાણાની મૂંછોની લડાઈ તાજેતરમાં દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે હવે કોન્સ્ટેબલ રાકેશ રાણાની જીત થઈ છે. વિભાગે માત્ર ચોવીસ કલાકની અંદર જ કોન્સ્ટેબલ રાકેશ રાણાના સસ્પેન્સનનો ઓર્ડર પાછો ખેંચ્યો છે. તેઓને ફરીથી ડ્યૂટી પર તૈનાત થવા કહેવામાં આવ્યું છે. કોન્સ્ટેબલ રાણા ફરીથી વિભાગમાં ડ્યૂટીમાં નિભાવશે. આ આખા વિવાદને લઈને એમપીના ગૃહ મંત્રી નરોત્ત્।મ મિશ્રાએ પ્રદેશના ડીજીપી પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો. હવે પોલીસ હેડ કવાર્ટરમાંથી તેઓને નોકરી પર ફરી હાજર થવા માટેનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે.

ડેપ્યૂટી ઈન્સપેકટર ઓફ જનરલ કાર્મિક તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોન્સ્ટેબલ રાકેશ રાણાને સાત જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો નહોતો. જેને તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે છે.

વાત એવી છે કે, સાતમી જાન્યુઆરીના રોજ અનુશાસનનું પાલન ન કરવાના મામલે રાકેશ રાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. રાકેશ રાણાની મૂંછો પર તેમના વિભાગના એડીજીએ આપત્ત્િ। દર્શાવી હતી. તેઓએ રાકેશ રાણાને પોતાની મૂંછો કપાવી નાખવા માટે કહ્યું હતું. પરંતુ રાણાએ આ વાત માનવાનો ઈનકાર કર્યો હતો. નવ જાન્યુઆરીએ સસ્પેન્સન ઓર્ડરનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ પછી તો ભારે વિવાદ શરૂ થયો હતો. લોકો પણ કોન્સ્ટેબલ રાણાના સમર્થનમાં આવી ગયા હતા.

આ ઘટના પછી કોન્સ્ટેબલ રાકેશ રાણાએ કહ્યું હતું કે, હું સસ્પેન્સન સ્વીકારુ છું. હું મારી મૂંછો નહીં કપાવું. રાકેશ રાણાએ કહ્યું હતું કે, હું રાજપૂત છું. આ મારા સ્વાભિમાન વિરૂદ્ઘ છું. એ પછી તો આખા મામલે દેશમાં ચર્ચા પકડી હતી. છેક સરકાર સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. ગૃહ મંત્રીએ આખા મામલે ડીજીપી પાસે રિપોર્ટ માંગ્યો છે. ડીજીપીએ બપોરે રિપોર્ટ સોંપ્યો છે. એ પછી સસ્પેન્સન ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

(9:54 am IST)