Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બે વર્ષમાં ૫૫ લાખ પર પહોંચ્યો કોરોના મૃત્યુ આંકઃ હજી પણ સ્થિતિ ચિંતાજનક

૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ડબ્લ્યુએચઓએ કોરોનાની મહામારી જાહેર કરી હતીઃ આજે આ જાહેરાતને લગભગ બે વર્ષ થઈ ગયા છેઃ ત્યારથી, કોરોનાએ વિશ્વના દરેક પ્રદેશને અસર કરી છે

નવી દિલ્હી,તા.૧૧:  બે વર્ષ પહેલાં ૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના સરકારએ વુહાન માં પ્રથમ કોરોના વાયરસ કેસ નોંધ્યો હતો. ૨૩ જાન્યુઆરી સુધીમાં કોરોનાના ૫૫૭ નવા કેસ નોંધાયા હતા, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેને મહામારી ગણવાનો ઇનકાર કર્યો હતો.

જયારે કોરોનાનો વિનાશ ચીનમાંથી બહાર આવ્યો ત્યારે આખરે ડબ્લ્યુએચઓએ તેને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. આજે આ જાહેરાતને લગભગ બે વર્ષ થઈ ગયા છે.

ત્યારથી, કોરોનાએ વિશ્વના દરેક પ્રદેશને અસર કરી છે અને આપણી પાસેથી લગભગ ૫૫ લાખ લોકોને સમય કરતા પહેલા છીનવી લીધા છે. કમનસીબે, કોરોનાનો કહેર હજી પણ યથાવત છે અને તે કયારે સમાપ્ત થશે તે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી.

ત્રીજી-ચોથી લહેર તરફ આગળ વદ્યી રહ્યું છે વિશ્વવિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ મહામારીએ વિશ્વને આટલું બદલ્યું નથી. દરેક ને ખબર છે કે કોરોનાનું ભૂત ચીનથી ઉદભવ્યું હતું પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ શકિતશાળી દેશે પણ ચીનને તેની જવાબદારી લેવા જણાવ્યું ન હતું. તમામ દેશો ચીનની આર્થિક શકિતને વશ થઈ ગયા. આજે સ્થિતિ એ છે કે કોરોનાની ત્રીજી કે ચોથી લહેર વિશ્વભરમાં આવી ગઈ છે અને દરેક દેશ તેની કિંમત ચૂકવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૦.૭૦ કરોડ લોકો તેનો શિકાર બન્યા છે, જેમાંથી ૫૫ લાખ લોકો મૃત્યું પામ્યા સૂઈ છે.

અત્યાર સુધીમાં ૧૮,૫૧,૦૦૦ નવા કોરોના સંક્રમણના છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વભરમાં કેસ નોંધાયા છે. કોરોનાથી રવિવારે વિશ્વમાં ૩,૩૦૬ લોકોનું મોત થયું હતું. યુ.એસ.માં હજી પણ સૌથી વધુ કોરોના કેસ છે. અમેરિકામાં રવિવારે ૩.૦૮ લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે.

જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૬૦ મિલિયનથી વધુ અમેરિકનો કોરોના સંક્રમણથી પ્રભાવિત થયા છે. બીજું યુરોપ પણ કોરોના સંક્રમણના કેસમાં આગળ છે. રવિવારે ફ્રાન્સમાં ૨.૯૬ લાખ, ભારતમાં ૧.૮૦ લાખ, ઇટાલીમાં ૧.૫૫ લાખ, બ્રિટેનમાં ૧.૪૧ લાખ અને ઓસ્ટ્રેલિયામાં ૧ લાખ નવા કેસ મળી આવ્યા હતા. અગાઉ શનિવારે વિશ્વભરમાં ૨૧ લાખ ૮૯ હજાર નવા કોરોના સંક્રમિતો મળી આવ્યા હતા અને ૪,૭૭૧ લોકો મૃત્યુ પામ્યા હતા, જયારે શુક્રવારે વિશ્વભરમાં ૨૬.૯૬ લાખ નવા કેસ અને ૬,૩૬૯ લોકોના મોત થયા હતા.

(9:55 am IST)