Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ચાવીનું વજન જ છે ૪૦ કિલો

અલીગઢના દંપતીએ બનાવ્યુ રામ મંદિર માટે અનોખુ ૪૦૦ કિલોનું તાળું

નવી દિલ્હી,તા. ૧૧: કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી સરકાર અને ઉત્ત્।રપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર વર્ષોથી દેશમાં જોવાઈ રહેલું અયોધ્યામાં રામ મંદિરનું સપનું સાકાર કરવા જઈ રહી છે. આ માટે દેશના નાગરિકોએ પુષ્કળ દાન આપ્યું હતું. આ સાથે જ, દેશના નાગરિકોમાં મંદિરને લઈને અનોળહો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો તેમની શ્રદ્ઘા સાથે રામ મંદિર માટે અવનવા કાર્ય કરીને તેમાં સહભાગી થવા ઈચ્છી રહ્યા છે. ઉત્ત્।રપ્રદેશના અલીગઢમાં રહેતા એક દંપતીએ આવો જ એક પ્રયત્ન કર્યો છે.  

યુપીના અલીગઢમાં રહેતા સત્યપ્રકાશ શર્મા અને તેમની ધર્મપત્નીએ અયોધ્યાના રામ મંદિર માટે ૧૦ ફુટ ઊંચું  ૪૦૦ કિલો વજનનું તાળું બનાવ્યું. આ લોકની ચાવીનું વજન ૪૦ કિલો છે. આ તાળાની બનાવટ પાછળ ઈં  ૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ લોકના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો અલીગઢ પહોંચીને લોક સાથે ફોટા પડાવી રહ્યા છે.

તાળું બનાવનાર સત્યપ્રકાશ શર્માનું કહેવું છે કે, તેમનો પરિવાર ૧૦૦ વર્ષથી લોક બનાવવાનો વ્યવસાય કરે છે અને આ તાળું અલીગઢની ઓળખ સમાન છે. આટલી મોટી સાઈઝનું તાળું બનાવવાની સાથે જ આ તાળા  પર ભગવાન શ્રી રામ પણ બનવવામાં આવ્યા છે. આ તાળું બનાવવા માટે ૬ મહિના જેટલા સમય લાગ્યો છે. 

૬૫ વર્ષીય સત્યપ્રકાશ શર્મા આ લોકને વધુ સારું બનાવવા માટે લોકો પાસેથી ફંડ મળે તેવી આશા રાખી રહ્યા છે. આ સાથે જ, પ્રજાસતાક દિને યોજાનારી પરેડમાં પણ આ લોક સામેલ કરવામાં આવે અને તેમની આર્ટ લોકો સમક્ષ રજૂ થાય તેવી તેમની ઈચ્છા છે. વિશ્વનું સૌથી મોટું લોક બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ દર્જ કરવા પણ તેવો પ્રયત્નશીલ છે.

(9:56 am IST)