Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગઈકાલ કરતા કેસ ઘટયાઃ ૨૪ કલાકમાં ૧૬૮૦૬૩ નવા કેસઃ ૨૭૭ના મોત

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બેકાબુ સ્પિડ થોડી ઘટીઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૮,૦૬૩ નવા કેસ સામે આવ્યા જે ગત દિવસ કરતા ઓછા છેઃ આ પહેલા સોમવારે ૧૭૯૭૨૩ કેસ આવ્યા હતાઃ ૨૪ કલાકમાં ૨૭૭ દર્દીઓના મોત થયા છે આ સાથે કુલ મૃત્યુઆંક ૪૮૪૨૧૩ થયો છેઃ કુલ કેસ ૩ કરોડ ૫૮ લાખથી વધુ નોંધાયા છે, દેશમાં ૧ દિવસમાં ૬૯૯૫૯  લોકો   સાજા  થયા  છેઃ રીકવરી રેટ ઘટીને ૯૬.૩૬ ટકા થયો છેઃ એકટીવ કેસ ૮૨૧૪૪૬ છે

 

(10:04 am IST)