Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દિલ્હીમાં કોરોનાથી મરનારામાં સૌથી વધુ વૃદ્ઘો

ડેથ ઓડીટ રીપોર્ટમાં ખુલાસોઃ ૫ દિવસમાં ૪૬ના મોતઃ આમાથી ૬૦થી વધુ ઉંંમરના ૨૫ લોકો છે

નવી દિલ્હી, તા. ૧૧ઃ દિલ્હીમાં કોરોના સંક્રમણ વડીલો માટે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યુ છે. છેલ્લા ૫ દિવસમાં જે ૪૬ લોકોના મોત થયા તેમાંથી ૬૦થી ઉંંમરના ૨૫ લોકો સામેલ છે. દિલ્હી સરકાર દ્વારા સંક્રમણથી જીવ ગુમાવનારના ડેથ ઓડીટ રીપોર્ટમાં આ ખુલાસો થયો છે.
છેલ્લા ૫ દિવસમાં ૪૬ લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. જેમાં ૨૮ પુરૂષ અને ૧૮ મહિલા છે. રીપોર્ટમાં ગંભીર વાત એ છે કે છેલ્લા ૫ દિવસ દરમિયાન કોરોનાથી જીવ ગુમાવનારાઓમાંથી ૨૩ લોકોના મોત સંક્રમિત થયાના ૨૪ કલાકમાં જ થયા હતા. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આમાથી ૧૨ લોકોના મોત સંક્રમિત થવાના દિવસે થયા, જ્યારે ૧૧ના હોસ્પીટલમાં ઈલાજ દરમિયાન ૨૪ કલાકમાં થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે દર્દીઓના દાખલ થવાના દિવસે કે એક દિવસની અંદર મોત થયા તેમાં ફેફસા અને હ્દય વચ્ચે લોહી લઈ જતી ધમકીઓમાં અવરોધ ઉંભો થવાના કારણે થયા હતા.
રીપોર્ટ અનુસાર પાંચ દિવસમાં જે ૪૬ લોકોના મોત થયા તેમાથી ૨૧ લોકો એવા હતા જે હોસ્પીટલમાં કોઈ ઈલાજ માટે આવ્યા હતા. ત્યાં તેઓ સંક્રમિત થયા હતા.

 

(10:06 am IST)