Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બજેટમાં સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટ ૩૦થી ૩૫ ટકા વધે તેવી શકયતાઃ વર્ક ફ્રોમ હોમના ખર્ચ પર સરકાર ટેકસમાં છૂટ આપશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર બજેટમાં પગારદાર કરદાતાઓ અને પેન્શનરોને રાહત આપે તેવી શકયતા છે. સરકાર સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટ વધારવા માગે છે. બજેટમાં આ વર્ગના લોકોમાં સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટમાં ૩૦થી ૩૫ ટકાનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. હાલ ૫૦ હજારની સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટ છે, જો કે સરકાર બજેટમાં ટેકસ સ્લેબમાં કોઈ ફેરફાર નહી કરે તેવુ જણાય છે. અત્રે એ નોંધનીય છે કે સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટ ૫૦ હજારથી વધારીને ૧ લાખ કરવા માંગણી થઈ છે. બજેટમાં વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને ખાસ રાહત આપે તેવી શકયતા છે. સરકાર આવુ કામ કરતા લોકોને ટેકસમા છૂટ આપવા વિચાર કરે છે કારણ કે ઘરેથી ઓફિસનું કામ કરવા આખુ સેટઅપ ઉંભુ કરવુ પડે છે એટલુ જ નહી ઈન્ટરનેટ, વિજળી, ચા-પાણી ઉંપરાંત ફર્નિચરનો ખર્ચ પણ કર્મચારીએ ઉંઠાવવો પડે છે. આ ખર્ચ વધવાથી ટેકસની જવાબદારી વધી છે અને આ ટેકસ કર્મચારીએ પોતાના ગજવામાંથી ભરવો પડે છે. આથી સરકાર ટેકસમાં કેટલીક છૂટછાટ આપે તેવી શકયતા છે.

 

(10:50 am IST)