Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાની ત્રીજી લહેરની સમીક્ષા કરવા દેશના ટોચના ૧૨૩ તબીબો સાથે બેઠક યોજતા આરોગ્ય મંત્રી માંડવિયા

રાજકોટના એકમાત્ર ડો. અતુલ પંડયા, અમદાવાદના ડો. તેજસ પટેલ, ડો. અનીલ નાયક, ડો. મેહુલ શાહની ઉંપસ્થિતિ

રાજકોટ તા. ૧૧: સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે ક્યાંક ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે વિવિધ સ્તરે તૈયારી કરી રહી છે. ત્યારે આજે દેશના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ દેશના ટોચના તબીબો સાથે બેઠક યોજી છે.
જાણવા મળતી વિગતો મુજબ દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ૧૧.૩૦ કલાકે દેશના ૧૨૩ ટોચના નિષ્ણાંત તબીબો સાથે બેઠકો યોજી છે. જેમાં વર્તમાન કોવિડની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે અને તેના મુકાબલા માટે પ્રયત્નો અને પગલા વિશે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં રાજકોટમાંથી એકમાત્ર જાણીતા પેથોલોજીસ્ટ અને આઇઆઇએનએના ડો. અતુલ પંડયા તેમજ અમદાવાદના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. તેજસભાઇ પટેલ અને ડો. અનિલભાઇ નાયક અને આઇએમએ ગુજરાત સેક્રેટરી ડો. મેહુલ શાહ બેઠકમાં જોડાશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા સાથેની મિટીંગમાં કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ કક્ષાના અધિકારીઓ, આઇસીએમઆરના અધ્યક્ષ અને અધિકારીઓ તેમજ એઇમ્સ હોસ્પિટલ, મેદાંતો, એપોલો, આઇએમએના સિનીયર તબીબો જોડાશે.

 

(11:35 am IST)