Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિદેશથી આવનારા માટે આજથી નિયમ બદલાયાઃ હોમ આઇસોલેશનમાં સાત દિવસ રહેવું પડશે

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશેઃ આઠમા દિવસે કરવામાં આવેલ ટેસ્ટનું રિઝલ્ટ એર સુવિધા પોર્ટલ (સંબંધિત રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ માટે) પર અપલોડ કરવાનું રહેશે

નવી દિલ્હી તા. ૧૧: દુનિયાભરમાં વધતાં કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે હવે વિદેશથી ભારત આવનારા તમામ મુસાફ્રો માટે મંગળવારથી નવા નિયમ લાગુથઈ ગયા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફ્રો માટે સાત દિવસ ઘરે જ ક્વોરન્ટીનમાં રહેવાનું અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવું અનિવાર્ય કરી નાખ્યું છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફ્ેલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફ્રો પરના નિયંત્રણો વધારતા આ સંદર્ભમાં સંશોધિત ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
જારી ગાઇડલાઇન ૧૧ જાન્યુઆરી એટલે કે, આજથી અમલમાં આવશે અને આવતા સરકારી આદેશ સુધી અમલમાં રહેશે. વર્તમાન નિયમો મુજબ, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફ્રોએ અરાઇવલ બાદ કોવિડ ટેસ્ટ માટે તેમના નમૂનાઓ આપવા પડશે અને તેમને એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે અથવા આગામી (કનેક્ટિંગ) ફ્લાઇટમાં બેસવા માટે ટેસ્ટના પરિણામોની રાહ જોવી પડશે. જે લોકોના ટેસ્ટમાં સંક્રમણ હોવાનું માલૂમ પડશે, તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે.
ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આઠમા દિવસે કરવામાં આવેલ ટેસ્ટનું રિઝલ્ટ એર સુવિધા પોર્ટલ (સંબંધિત રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ માટે) પર અપલોડ કરવાનું રહેશે. ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને આગામી સાત દિવસો સુધી પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી પડશે.
બિન-જોખમી દેશોથી આવતા મુસાફ્રોએ ઘરે સાત દિવસ ક્વોરન્ટીન રહેવું ફ્રજિયાત છે અને જોખમવાળા દેશોથી આવતા યાત્રીઓ જેનું પાલન કરે છે એ અન્ય દરેક પ્રોટોકોલને ફેલો કરવાનું રહેશે. જોખમ ધરાવતા દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથીયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજીરીયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા પેસેન્જર્સને એરપોર્ટ પર ઉંતર્યા બાદ ટેસ્ટ કરાવવો પડશે. તો જે દેશોને જોખમવાળા દેશોની યાદીમાં નથી રાખવામાં આવ્યા, એ દેશોમાંથી આવતા મુસાફ્રો (ફ્લાઈટના કુલ યાત્રીઓના બે ટકા)નો એરપોર્ટ પર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને આ માટે કોઈપણ બે ટકા મુસાફ્રોના સેમ્પલ લેવામાં આવશે. સંશોધિત માર્ગદર્શિકા મુજબ, દરેક ફ્લાઇટના આ ૨ ટકા મુસાફ્રોની ઓળખ સંબંધિત એરલાઇન દ્વારા કરવામાં આવશે.
લેબોરેટરી આ મુસાફ્રોના સેમ્પલના પરીક્ષણને પ્રાથમિકતા આપશે. દરિયાઈ બંદરથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પણ આ સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. જો કે, આવા મુસાફ્રો માટે હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની કોઈ સુવિધા નથી. ઉંપરાંત, હોમ આઇસોલેશન દરમિયાન આ પ્રવાસીઓના સંપર્કમાં આવતા લોકોએ ૧૪ દિવસ સુધી અલગ રહેવું પડશે.
તો પાંચ વર્ષથી ઓછી ઉંંમરના બાળકોને પ્રી-અરાઇવલ અને પોસ્ટ-અરાઇવલ સ્ક્રીનિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુસાફ્રી શરૂ કરતા પહેલા તમામ મુસાફ્રોએ ૭૨ કલાકની અંદર નેગેટિવ ય્વ્-ભ્ઘ્ય્ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. દરેક મુસાફ્રે રિપોર્ટની સત્યતા વિશે ડેકલેરેશન સબમિટ કરવી પડશે.

 

(11:36 am IST)