Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દિલ્હીમાં મુકિતની શ્રેણી સિવાયની તમામ ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો આદેશ

કોરોનાના વધતા સંકટ વચ્ચે DDMAની જાહેરાત

નવી દિલ્હી, તા.૧૧: દિલ્હીમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીની તમામ ખાનગી ઓફિસોને ફિજિકલ રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે દિલ્હીની ખાનગી ઓફિસોના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમમાં કામ કરશે.

DDMAએ આજે મંગળવારે આ આદેશ આપ્યો છે. જોકે, જે ઓફિસોને મુકિતની શ્રેણીમાં રાખવામાં આવી છે તે ખોલી શકશે. હાલમાં ખાનગી કચેરીઓ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલી રહી હતી.

જેમાં ખાનગી બેંક,આવશ્યક સેવાઓ પ્રદાન કરતી કંપનીઓના કાર્યાલયો (અલગથી સૂચિબદ્ધ),વીમા/મેડિકલેમ કંપની, ફાર્મા કંપનીઓની ઓફિસો કે જેમાં ઉત્પાદન અને વિતરણના સંચાલનની જરૂર હોય છે,ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત સંસ્થાઓ અથવા મધ્યસ્થી, તમામ નોન-બેંકિંગ નાણાકીય નિગમો, તમામ માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ, વકીલોની કચેરીઓ જો કોર્ટ/ટ્રિબ્યુનલ અથવા કમિશન,કુરિયર સેવાને મુકિત આપવામાં આવી છે.

(2:34 pm IST)