Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાહુલ સ્વદેશ પરત : ગોવા ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા કરીઃ બેઠકો યોજી

નવી દિલ્હી,તા. ૧૧ : દેશના રાજકારણથી ઘણા દિવસથી વિદેશમાં હોવાથી દૂર રહેનાર રાહુલગાંધી સ્વદેશ પરત ફર્યા છે. ફરી તેઓ રાજકારણમાં સક્રીય બન્યા છે. ગઇ કાલે તેમણે ગોવામાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી નેતાઓ સાથે બેઠકો કરેલ. વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ ટ્વીટર ઉપર સક્રીય હતા.

રાહુલ લગભગ બે અઠવાડીયાથી વિદેશમાં હતા અને રવિવારે જ ભારત પરત ફર્યા હતા અને પાર્ટીના સીનીયર નેતાઓ વેણુગોપાલ અને ચિદંબરમ સાથે મુલાકાત કરેલ. મુલાકાતમાં ગોવા અંગે વાતચિત કરેલ પણ જો કે ગોવામાં તૃણમૃલ સાથે ગઠબંધનને લઇને સહમતિ નથી બની પણ ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે તાલમેલ આવી શકે તેવી શકયતાઓ છે.

(3:43 pm IST)