Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રેડી ટુ ફ્રાયમ્સ પાપડ પર ૧૮% જીએસટી લાગે

એપેલેટ ઓથોરીટીએ આપ્યો ચુકાદો

નવી દિલ્હી તા. ૧૧ : ફ્રાયમ્સ પાપડ ઉપર જીએસટીનો દર નક્કી કરવાનું એપેલેટ ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ્સ ઓફ ગુજરાત માટે અપ્રિય બાબત છે પણ હવે તેણે એવો ફેંસલો લીધો છે કે રેડી-ટુ ઇટ પ્રોડકટ પર ૧૮ ટકા જીએસટી લાગશે.

ઓથોરીટીએ એવો આદેશ આપ્યો છે કે, આ પ્રોડકટ પર ૧૮ ટકા જીએસટી લાગશે પણ વિવિધ વર્ગ હેઠળ. અત્રે એ નોંધનીય છે કે અગાઉ આ સંસ્થાએ એવો ચુકાદો આપ્યો હતો કે ફ્રાયમ્સને જીએસટી લાગુ ન પડે.

હાલના કેસમાં અલિશા ગૃહ ઉદ્યોગ કે જે રેડી ટુ ઇટ ફ્રાયમ્સ વેચે છે તેણે પોતાની પીટીશનમાં એવું જણાવ્યું છે કે, ફ્રાયમ્સ ઉપર જીએસટી લાગુ ન પડે.

પણ હવે આ ઓથોરીટીએ એવું જણાવ્યું છે કે, આ ફ્રાયમ્સ HSNC કોડ ૨૦૧૬ હેઠળ વર્ગીકૃત થાય છે અને તેના પર ૧૮% જીએસટી લાગુ પડે. આ હેઠળ સ્વીટ્સ અને નમકીન આવે છે.

(3:43 pm IST)