Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બોલિવૂડમાં કોરોનાનો આતંક યથાવતઃ ઋત્‍વિક રોશનની પૂર્વ પત્‍ની સુઝૈન ખાન પણ પોઝીટીવ

સુઝૈનએ ઇન્‍સ્‍ટાગ્રામમાં પોસ્‍ટ મુકી છે કે, કોવિડ-19ને બે વર્ષથી હાથતાળી આપ્‍યા બાદ ત્રીજા વર્ષે ઓમિક્રોને મારા ઉપર હૂમલો કર્યો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો

મુંબઇ: દેશમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે બોલિવુડ અભિનેતા રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પણ કોરોના સંક્રમિત થઇ છે. સુઝૈન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી હતી. સાથે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી હતી.

સુઝૈન ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે,‘કોવિડ-19ને બે વર્ષથી હાથ તાળી આપ્યા બાદ ત્રીજા વર્ષે 2022માં નવા વેરિઅન્ટ ઓમિક્રનએ મારા ઇમ્યુન સિસ્ટમ પર આખરે હુમલો કર્યો છે. ગત રાત્રિના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક દિવસ પહેલા રિતિકને બર્થડે વિશ કરી હતો

સુઝૈન ખાને એક દિવસ પહેલા રિતિક રોશનને 48મા જન્મદિવસ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે રિતિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને એક સારા પિતા હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં રિતિક તેના બે દીકરા સાથે જોવા મળે છે. સુઝૈન ખાનની પોસ્ટ પર નીલમ કોઠારી, ફરહા ખાન, બિપાશા બસુ, જોર્જિયા એન્ડ્રિયાની, સંજય કપૂર સહિત અન્ય સેલિબ્રિટીએ કોમેન્ટ કરી હતી.

અર્સલાન ગોની સાથે અફેર

ઉલ્લેખનીય છે કે સુઝૈન અને અર્સલાન ગોનીના લવ અફેરની ચર્ચા જોરશોરથી ચાલી છે. અર્સલાન ગોની, ટીવી અભિનેતા અલી ગોનીનો કઝીન છે. અર્સલાન ગોની અને સુઝૈન ખાન ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સુઝૈને ગોવામાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો ત્યારે અર્સલાનની હાજરીથી બંને રિલેશનશીપમાં હોવાની વાતને હવા મળી હતી. અર્સલાને જિયા ઔર જિયાથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

(5:50 pm IST)